Feb 18, 2025
આધાર કાર્ડ ખુબ જ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. આ કોઈ પણ વ્યક્તિની ઓળખ માટે જરૂરી દસ્તાવેજોમાંથી એક છે.
તમે તેની વર્ચ્યુઅલ કોપી એટલે પીડીએફ ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો છો.
આધાર કાર્ડ જારી કરનાર યૂનિક આઈડેંટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) અનુસાર, વર્ચ્યુઅલ આધાર પણ આધાર કાર્ડની માફક તમામ સ્થાને માન્ય હોય છે.
આજે અમે તમને મફતમાં વર્ચ્યુઅલ આધાર કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના વિશે જાણકારી આપી રહ્યા છીએ. આવો જાણીએ તેના વિશે
સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ https://uidai.gov.in/en/ પર જાવ.
My Aadhaar સેક્શનમાં જઈને ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
આગામી પેજ પર ડાઉનલોડ આધારનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
હવે આધાર નંબર અને Capcha દાખલ કરો અને પછી Request OTP Button પર ક્લિક કરો.
હવે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર UIDAI તરફથી એક OTP આવશે. તેને સંબંધિત બોક્સમાં દાખલ કરો અને ડાઉનલોડ આધાર પર ક્લિક કરો.
આધાર ડાઉનલોડ થયા બાદ નામના શરૂઆતના ચાર અક્ષર અને જન્મનું વર્ષ દાખલ કર્યા બાદ ફાઈલને ખોલો.