મહિનાઓથી બંધ પડેલા AC ને ચાલુ કરતા પહેલા જરૂરથી કરજો આ કામ

Feb 18, 2025, 04:48 PM

ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને લોકો હવે AC ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો તમે પણ AC ચાલુ કરવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખજો.

મહિનાઓથી બંધ પહેલા AC ના પંખાઓ અને જાળીમાં ધૂળ અને ગંદકી જમા થઈ જાય છે.

જો તેને યોગ્ય રીતે સાફ કરવામાં નહીં આવે તો ન માત્ર ઉપકરણ પરંતુ તમારા સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થઈ શકે છે.

AC ના એર ફિલ્ટરમાં ધૂળ અને ગંદકી જમા થઈ શકે છે, જેના કારણે એર ફ્લો પ્રભાવિત થઈ શકે છે.

તેને નિકાળીને સારી રીતે સાફ અથવા બદલાવી દો, જેથી સારૂ કૂલિંગ પરફોર્મંસ મળી શકે.

કંપ્રેસરને સારી રીતે ચેક કરો કે તેમાં ક્યાંય ગંદકી અથવા ફ્રિઝીંગ તો નથી થયું ને? જો એવું હોય તો તેને સાફ કરો અને સર્વિસ કરાવો.

એસીનું પાવર કનેક્શન, વાયરિંગ અને સ્વિચને ચેક કરો જેથી કોઈ શોર્ટ સર્કિટ અથવા કરન્ટની સમસ્યા ન આવે.

એસીના કૂલેંટ (ફ્રિઝ ગેસ)ની માત્રા યોગ્ય હોવી જોઈએ. જો કૂલેંટ ઓછુ હોય તો તેને ફરીથી ભરાવવા માટે સર્વિસ કરાવો, જેથી એસી યોગ્ય રીતે કામ કરી શકે.