ભારત જ નહીં પણ આ 5 દેશોમાં પણ ઉજવાય છે હોળી

Mar 12, 2025, 04:58 PM

હોળીનો તહેવાર

14 માર્ચ 2025ના રોજ હોળીનો તહેવાર ઉજવાશે. આ તહેવારનું નામ સાંભળતા જ રંગબેરંગી ગુલાલની સાથે ઘણા પકવાનોની તસવીર આપણી સામે આવી જાય છે.

હોળીનું મહત્ત્વ

હોળી માત્ર રંગોનો જ નહીં પરંતુ આ તહેવાર પ્રેમ, ભાઈચારો અને નવી શરૂઆતનું પ્રતિક પણ છે.

વિદેશોમાં હોળી

ભારતમાં હોળીના તહેવારની ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ તહેવારનો ક્રેઝ ભારત સિવાય પણ ઘણા દેશોમાં જોવા મળે છે.

આ દેશોમાં ઉજવાય છે હોળી

આજે અમે તમને કેટલાક એવા દેશો વિશે જણાવીશું જ્યાં હોળીનો તહેવાર ખુબ જ ધુમધામથી ઉજવવામાં આવે છે.

નેપાળ

ભારતના પાડોસી દેશ નેપાળમાં પણ હિન્દુ તહેવારોને ધુમધામથી ઉજવવામાં આવે છે. હોળી પણ તેમાંથી એક છે.

મોરેશિયસ

તમને જણાવી દઈએ કે મોરેશિયસમાં ભારતીય સમુદાયના ઘણા લોકો રહે છે. આવામાં આ દેશોમાં પણ હોળીની ખુબ જ જોશ સાથે ઉજવણી કરવામાં આવે છે.

ફિઝી

મોરેશિયસ માફક ફિઝીમાં પણ હોળીનું ટ્રેડિશનલ રૂપ સંગીત અને ડાન્સ સાથે ઉજવણી કરવામાં આવે છે.

પાકિસ્તાન

પાકિસ્તાનનાં સિંધ પ્રાંત, કરાચી, લાહોર અને કેટલાક અન્ય ભાગોમાં હિન્દુ વસ્તી રહે છે. આવામાં પાકિસ્તાનમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશમાં પણ હિન્દુ હોળીની ઉજવણી જોવા મળે છે. અહીં બોળીને દોલ પૂર્ણમા અથવા વસંત ઉત્સવના રૂપમાં ઉજવણી કરવામાં આવે છે.