દુનિયાના 10 એવા દેશોની એક યાદી સામે આવા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કેટલા પુરૂષો ટકલા છે. જેમાં ભારતનું નામ પણ સામેલ છે.
સૌથી વધુ ટકલા પુરૂષોની વસ્તી સ્પેનમાં છે. અહીં 44.50 ટકા પુરૂષો ટકલા છે.
બીજા સ્થાન પર ઈટલી છે જ્યાં 44.37 ટકા પુરૂષો ટકલા છે.
ફ્રાંસમાં 44.25 ટકા પુરૂષો ટકલા છે.
આ લિસ્ટમાં અમેરિકા ચોથા સ્થાને છે. 42.68 ટકા અમેરિકન પુરૂષો ટકલા છે.
જર્મનીમાં 41.51 ટકા પુરૂષોની વસ્તીના વાળ ખરી ગયા છે એટલે કે તેઓ ટકલા છે.
ક્રોએશિયામાં 41.32 ટકા પુરૂષો ટકલા છે.
કેનેડામાં પણ ટકલા પુરૂષોની સંખ્યા ખુબ જ વધારે છે. અહીં 40.94 ટકા પુરૂષો ટકલા છે.
ચેક ગણરાજ્યમાં 40.90 ટકા પુરૂષો ટકલા છે.
ઓસ્ટ્રેલિયામાં ટકલા પુરૂષોની વસ્તી 40.80 ટકા છે.
નોર્વે દુનિયાનો તે દસમો દેશ છે જ્યાં 40.75 ટકા પુરૂષો ટકલા છે.
ભારતની વાત કરીએ તો આ સર્વે અનુસાર ઈન્ડિયામાં 34.06 ટકા પુરૂષો ટકલા છે. આ લિસ્ટ વર્લ્ડ ઓફ સ્ટૈટિક્સએ Medihair Survey 2023ના હવાલાથી પ્રકાશિત કરી છે.