Feb 13, 2025
ભારતમાં સેંકડો નદીઓ વહે છે. જેમાં ગંગા, યમુના અને કાવેરી પ્રમુખ નદીઓ છે.
ભારતમાં લગભગ તમામ નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ એક એવી પણ નદી છે જેને ‘માતા’ નહીં પરંતુ ‘પિતા’ કહેવમાં આવે છે.
આ નદી છે બ્રહ્મપુત્રા, જેને ભારતની એક માત્ર પુરૂષ નદી કહેવામાં આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, બ્રહ્મપુત્રને ભગવાન બ્રહ્માના પુત્ર માનવામાં આવે છે માટે તેને ‘પુરૂષ’ નદીનો દરજ્જો આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, આસામ અને અરૂચાલ પ્રદેશમાં આ નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
બ્રહ્મપુત્ર નદીની લંબાઈ લગભગ 2900 કિલોમીટર છે. તેનું ઊંડાણ લગભગ 140 મીટર છે. જે તેને ભારતની સૌથી ઊંડી નદી બનાવે છે.
તે તિબ્બતની પાસે માનસરોવર ઝીલની પાસે ચેમાયુંગડુંગ ગ્લેશિયરથી નીકળે છે.
આ નદી તિબ્બત, ભારત અને બાંગ્લાદેશમાંથી થઈને નીકળે છે. ભારતમાં તે આસામ અને અરૂણાચલ પ્રદેશમાં વહે છે.