સુરતથી લગભગ 21 કિમી દૂર ડુમસના દરિયા કિનારાને ભારતની સૌથી ભુતિયા જગ્યાઓમાંથી એક માનવામાં આવે છે.
આ દરિયા કિનારાની રેત કાળી છે અને કહેવમાં આવે છે કે, પહેલા અહીં ઘણા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા.
દિવસના સમયે દરિયો અહીંથી ખુબ જ શાંત અને સુંદર લાગે છે પરંતુ સૂર્યાસ્ત બાદ તેનો માહોલ બદલાઈ જાય છે.
રાત્રિના સમયે અહીં આવેલા કેટલાક લોકો ભૂતિયા અનુભવનો દાવો કરે છે અને અજીબ અવાજો સાંભળ્યાનો દાવો કરે છે.
કહેવામાં આવે છે કે, ડુમસ બીચ એક સમયે સ્મશાન હતું, જેના કારણે તેની રેત કાળી પડી ગઈ.
અહીં રાત્રિના સમયે ઘણા લોકો રહસ્યમયી ગતિવિધિઓનો દાવો કરે છે જેમ કે કોઈના રડવાનો અને હસવાનો અવાજ સાંભળવો.
ડુમસ બીચ સૂરત અને હઝીરા ઔદ્યોગિક ક્ષેત્રની પાસે સ્થિત છે જ્યાં આસપાસના ઉદ્યોગોથી દરિયા કિનારાને નુકસાન થઈ રહ્યું છે.
પર્યાવરણ કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ ઉદ્યોગોનો કચરો દરિયા કિનારાને વધુ ખરાબ કરી રહ્યો છે.
આ દરિયા કિનારો પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છ પરંતુ રાતમાં અહીં આવતા લોકો ડરે છે.
ડુમસના બીચની કાળી રેત અને ભૂતિયા માહોલ તેને એક રહસ્યમયી જગ્યા બનાવે છે જેને લઈ ઘણા કિસ્સાઓ પ્રચલિત છે.