Nov 28, 2025
ભારતની ગણતરી વિશ્વન એવા દેશોમાં કરાય છે જે સાંસ્કૃતિક, આધ્યાત્મિક, પૌરાણિક અને આધુનિક દરેક પ્રકારે સંપન્ન છે.
પરંતુ શું તમે જાણો છો આપણા ભારત દેશમાં ઘણી એવી જગ્યાઓ છે જેનું નામ બોલવામાં તમને એકવાર શરમ તો આવશે જ.
આજે અમે તમને એવા જ ગણા ગામો અને રેલ્વે સ્ટેશનો વિષે જણાવીશું. આ કડીમાં પ્રથમ નામ લૂલા અહીર ગામ છે જે રેવાડીમાં આવેલું છે.
ત્યાં જ હિસાર પાસે એક ગામડાનું નામ કુતિયા ખેડી છે. જેનું નામ બદલવા માટે ઘણી વખત લોકો રજૂઆતો કરી ચુક્યા છે.
આ સિવાય ભારતમાં સાલી, ચોરપુર, કુત્તાબઢ અને લંઢોરા જેવા ગામડાઓ પણ છે. જ્યાં લોકો ગામનું નામ બદલાવાની પ્રતિક્ષા કરી રહ્યા છે.
ત્યાં જ રેલ્વે સ્ટેશનોની વાત કરીએ તો કર્ણાટક પાસે સ્થિત એક ગામડનું નામ 'બાપ' છે.
પંજાબના જાલંધરમાં સ્થિત એક ગામનું નામ 'કાલા બકરા' છે જે રેલ્વે સ્ટેશન પર લાગેલા બોર્ટના કારણે પ્રખ્યાત છે.
ભારતમાં ઉત્તરાખંડ પાસે સ્થિત એક જગ્યાનું નામ પથરી છે, જેના નામે એક રેલ્વે સ્ટેશન પણ છે.
આ સિવાય ભારતમાં ભૈંસા, ટટ્ટીખાના, પનૌતી, ફફૂંદ જેવી પણ જગ્યાઓ આવેલી છે.