Jun 08, 2025
ગુજરાતમાં હવે વરસાદી મૌસમ જામશે અને ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા નજારો જોવા મળશે. પહાડી વિસ્તારોમાં કુદરતી સૌદર્ય ખીલી ઉઠશે.
ગુજરાતમાં આવેલા માણવાલાયક ધોધની વાત કરીએ તો ઘણા બધા નામ યાદ આવે. આ તમામ ધોધ માત્ર ચોમાસામાં જ સક્રિય બને છે. જેથી આજ સમય હોય છે જ્યારે કુદરતના અદ્દભુત નજારાને માણી શકાય.
ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાનો પ્રખ્યાત ગીરા ધોધ જીવંત બને છે. પહાડો પરથી પડી રહેલુ પાણીનો ખીલખીલાટનો અનોખો નજારો જોવા અહીં મોટી સંખ્યામાં સહેલાણીઓ આવે છે.
સાપુતારા નજીક આવેલો ગીરમાળ ધોધ પણ ચોમાસામાં જીવંત બને છે. આ ધોધ આહવામાં સુબીર ગામ નજીક આવેલો છે. પ્રકૃતિનો નજારો માણવા અહી પણ પ્રવાસીઓ પહોચે છે.
ગીર સોમનાથનો જમજીર ધોધ પણ વરસાદમાં એક્ટિવ થાય છે. સહેલાણીઓ વરસાદમાં જીવંત બનેલા ધોધને જોવા આવે છે.
વાંગણ ધોધ વાંસદાના વાંગણ ગામમાં આવેલો છે જે ખુબ જ સુંદર પણ છે. લોકો આ જગ્યાએ ખુબ મજા કરે છે. અહીં ઉપરની તરફ એક બીજો વોટરફોલ પણ છે. એટલે કે તમે બન્ને વોટરફોલમાં મસ્તી કરી શકો છો. ચોમાસામાં આ જગ્યાએ જોવાલાયક છે.
વલસાડ જિલ્લામાં આવેલા અનેક ધોધ વર્ષા ઋતુમાં સક્રિય થઈ જાય છે. ધરમપુર તાલુકામાં આવેલા અનેક ધોધ પણ સક્રિય થયા છે. અવિરત વરસાદ પડવાના કારણે અહીં શંકર ધોધ સક્રિય થાય છે.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક તરીકે જાણીતા આહવાથી મહાલ તરફ જતાં 10 કિલોમીટર દૂર આ ધોધ જોવા મળે છે. જ્યાંથી માત્ર 30 મિનિટનો રસ્તો છે. ચનખલ ગામથી પણ અહીં જઇ શકાય છે. ચનખલ ગામથી બરડા ધોધ જવા માટે ખેતરોમાં પંગદડીના માર્ગે ચાલતા જવું પડે છે.