Jul 16, 2025
શું તમે જાણો છો કે ઘોડાને નાળની જરૂરીયાત કેમ પડે છે? ચાલો તેના વિશે જાણીએ.
નાળ ઘોડાઓના પગને સ્થિરતા આપવામાં મદદ કરે છે. ઘોડાની ખરી મનુષ્યના નખ જેવા પદાર્થમાંથી જ બને છે, જેને કેરાટિન કહેવાય છે.
જો કે, ખરીમાં નરમ અને કોમળ આંતરિક ભાગ હોય છે, જેને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. જ્યારે ઘોડો ચાલે છે ત્યારે સ્વભાવિક રીતે ખરીઓ ઘસાઈ જાય છે.
જ્યારે ઘોડા ચાલે છે તો ખરી સ્વાભાવિક રીતે ઘસાઈ જાય છે. માટે ખરી પર નાળ લગાવવાથી તેને ઓછુ કરવામાં અને ફ્રાગને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.
ઘોડાની નાળ મોટાભાગે સ્ટીલથી બનેલી હોય છે, જોકે તેના કેટલાક અપવાદ પણ છે.
ઘોડાદોડમાં ઘોડાઓને સામાન્ય રીતે એલ્યુમિનિયમની નાળ પહેરાવવામાં આવે છે. કારણ કે તે વજનમાં હલકી હોય છે.
એવી નાળ પણ છે જે ઘોડા ખરી અથવા પગમાં થયેલી ઈજાની સ્થિતિમાં પણ પહેરી શકે છે.
આ નાળ રબરથી બનેલી હોય છે. રબરની નાળ ઘોડાને ચાલવામાં વધુ નરમ સપાટી અને વધુ મદદ આપે છે.
જે લોકો ઘોડાના પગમાં નાળ લગાવે છે તેમને ફેરિયર કહેવામાં આવે છે. ઘોડાની નાળને ખરી સાથે જોડવામાં ફેરિયર વિશેષ ખિલ્લીઓનો ઉપયોગ કરે છે.
જેમ કે અમે પહેલા જણાવ્યું ઘોડાની ખરી નખ જેવી સામગ્રીથી બનેલી હોય છે. માટે નાળને ખરી પર ચોંટાડવાથી ઘોડાઓને કંઈ ખબર પડતી નથી.