હાલમાં ડિજિટલ અરેસ્ટને લઈ ઘણી બબાલ ચાલી રહી છે. આ છેતરપિંડીની એક નવી રીત છે જેમાં ઠગ પોતાને સરકારી ઓફિસર ગણાવીને લોકોની સાથે ઠગાઈ કરે છે.
આ દરમિયાન ઠગાઈ કરનારા ડ્રગ્સ, પૈસાની લેવડદેવડ અથવા પછી અન્ય કોઈ રીતના ગુનામાં તમારૂં નામ હોવાનું અને કેસની વાત કરીને ફસાવે છે.
આ સિવાય સરકારી ઓફિસર બનીને લોકોને વીડિયો કોલ કરે છે અને પછી તેમને વિશ્વાસ અપાવે છે.
જ્યારે તમને તેમના પર વિશ્વાસ આવી જાય છે તેના પછી તેઓ કેસથી તમારૂ નામ નિકાળી દેવા માટે પૈસાની માંગ કરે છે.
આ સિવાય ઘણી વખત કહેવામાં આવે છે કે તેમનો કોઈ સંબંધી મુશ્કેલીમાં છે. કોઇનો છોકરો પોલીસ કેસમાં ફસાઈ ગયો છે તો તેમના વાલીને ફોન કરીને આ ઠગ તેમની જાળમાં ફસાવવાની કોશીશ કરે છે.
માત્ર આટલું જ નહીં વીડિયો કોલથી આ અપરાધી પોલીસની વરધી પહેરીને કરે છે કારણ કે લોકોને તેમના પર વિશ્વાસ આવી જાય.
ઘણા લોકો ડિજિટલ અરેસ્ટમાં 2 દિવસ સુધી રહી ચુક્યા છે. આ સિવાય ઘણા લોકોએ તો આપઘાત પણ કરી લીધો છે. આવામાં જ્યારે પણ તમારા પર આવા કોઈ ફોન આવે તો સૌથી પહેલા પોતાના ઘરના સભ્યોને જણાવો અને પથી નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ પોલીસને આ વિશે જાણકારી આપો.