Feb 11, 2025
રોડ-રસ્તા પર ચાલતા વાહનોને રોકવા માટે બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે.
વિજ્ઞાનની નજરથી જોવામાં આવે તો બ્રેક લગાવ્યા બાદ ઘર્ષણના કારણે ગાડી તાત્કાલિક આગળ જતી અટકી જાય છે.
પ્લેનમાં પણ બ્રેક હોય છે, જેનો ઉપયોગ લેન્ડીંગના સમયે કરવામા આવે છે. જેના કારણે ફ્લાઈટ રનવે પર ઉતરે છે.
પરંતુ શું તમે જાણો છો કે પાણીમાં ચાલતા જહાજમાં કોઈ પણ પ્રકારની બ્રેક નથી હોતી.
તો પછી તે કેવી રીતે અટકે છે. તમે જોયુ હશે કે મોટા-મોટા જહાજો પોર્ટ પર કિનારે સ્થિર ઉભા હોય છે.
તો ચલો તમને જણાવીએ કે બ્રેક વિના પાણીમાં ચાલતા મોટા-મોટા જહાજોને આખરે કેવી રીતે રોકવામાં આવે છે.
પાણી પર ચાલતા જહાજોને રોકવા માટે મોટા-મોટા લંગરને નીચે નાંખવામાં આવે છે.
તેને લોખંડની ચેઈનના સહારે દરિયાની નીચે તળેટીમાં છોડવામાં આવે છે.
આ લંગરોનું વજન એટલું વધારે હોય છે કે તે દરિયાની અંદર નીચે તળેટીમાં પહોંચ્યા બાદ તે જહાજને અટકાવી નાંખે છે.
આ સિવાય પાણીના જહાજોમાં રિવર્સ ગેયર હોય છે, જેને લગાવ્યા બાદ તે જહાજોની સ્પીડને ઓછી કરી દે છે.