વધતા શહેરીકરણના જમાનામાં આજે મેટ્રો મોટા શહેરોની જરૂરીયાત બની રહી છે. અમદાવાદમાં પણ મેટ્રો લોકોની લાઇફ લાઇન બની રહી છે. મેટ્રો ડ્રાઇવર બનવું તમારા માટે એક સારો કારકિર્દીનો વિકલ્પ બની શકે છે.
તેમાં સારો પગાર અને સારા પ્રમોશનની સાથે-સાથે સુરક્ષિત નોકરી મળે છે. મેટ્રો ડ્રાઇવર બનવા માટે કઇ-કઇ યોગ્યતાઓની જરૂર પડે છે અને શું કરવાનું રહેશે આવો અમે તમને જણાવીએ.
ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધો-10 પાસ હોવું અનિવાર્ય છે. સાથે જ આઈટીઆઈ (ITI) અથવા ડિપ્લોમા (ઇલેક્ટ્રીક, મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા સબંધિત ટેકનિકલ ક્ષેત્ર) હોવું જરૂરી છે.
મોટાભાગે મેટ્રો નિગમોમાં અરજી કરવા માટે ઉંમર મર્યાદા 18 થી 28 વર્ષની વચ્ચે રાખવામાં આવે છે. કેટલાક વિશેષ શ્રેણીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટ પણ મળી શકે છે.
જો તમારી પાસે એંજિનિયરિંગ ડિગ્રી અથવા પોલિટેક્નિક ડિપ્લોમા છે તો તમને પ્રાથમિક્તા મળી શકે છે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને અન્ય શહેરોની મેટ્રો કંપનીઓ દ્વારા સમય-સમય પર મેટ્રો માટે ભરતીઓ બહાર પાડવામાં આવે છે, જેમાં તમે અરજી કરી શકો છો.
મેટ્રો ડ્રાઇવર બનવા માટે એક લેખિત પરીક્ષા હોય છે, જેમાં ટેકનિકલ જ્ઞાન, ગણિત, રિઝનિંગ અને સામાન્ય જાગરૂક્તા સાથે સંબંધિત પ્રશ્ન હોય છે. આ સિવાય મેડિકલ ટેસ્ટમાં આંખો અને સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવે છે, જેમાં દ્રષ્ટીની તપાસ ખુબ જ જરૂરી હોય છે.
લેખિત પરીક્ષા અને મેડિકલ ટેસ્ટ પાસ કર્યા બાદ અભ્યર્થિઓના દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે અને પાત્રતા સુનિશ્ચિત કર્યા બાદ મેટ્રો ડ્રાઇવર બનાવવામાં આવે છે. પસંદ પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ આપવામાં આવે છે.
જાણકારી અનુસાર, દિલ્હી મેટ્રોમાં ડ્રાઇવર તરીકે કરિયર શરૂ કરનારા ઉમેદવારોને 39 હજાર રૂપિયા પ્રતિ માસનો પગાર આપવામાં આવે છે.
અનુભવ અને પ્રમોશન સાથે આ પગાર 91 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. આ સિવાય ડ્રાઇવરોને વિભિન્ન પ્રકારના ભથ્થા અને અન્ય લાભ આપવામાં આવે છે.