જો તમારા આધાર કાર્ડમાં તમારો ફોટો જૂનો હોય અને તેનાથી તમારા ઘણા કામો અટકી રહ્યા હોય તો તેને તમે બદલાવી શકો છો.
UIDAI તમને પોતાના આધારકાર્ડના ફોટોને બદલવાની સુવિધા આપે છે. જાણો તમે ફોટો કેવી રીતે બદલી શકો છો.
હકીકતમાં UIDAIના નિર્દેશો અનુસાર ફોટો અપડેટ કરવાની કોઈ ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ નથી.
ફોટો બદલવા માટે સૌથી પહેલા નજીકના આધાર સેવા કેન્દ્ર પર જાવ.
પછી અહીં તમે કરેક્શન ફોર્મ ભરો અને તેમાં જરૂરી જાણકારી ભરી દો.
હવે સંબંધિત અધિકારીઓ પાસે જાવ, જે તમારા બાયોમેટ્રીક લઈ વેરિફેકેશન કરશે.
તેના પછી તમારો નવો ફોટો ક્લિક કરીને આધાર કાર્ડમાં અપડેટ કરી દેશે, જે થોડા દિવસોમાં અપડેટ થઈ જાય છે.