દેશના ઘણા રાજ્યોમાં હવે ગરમીએ પોતાનું પ્રચંડ રૂપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. ગરમીમાં ઘણા લોકોનો ફોન ઓવરહીટ થઈ જાય છે.
આવામાં ઘણા લોકોનો સવાલ હોય છે કે ગરમીમાં ફોનને ઓવરહીટ થતા કેવી રીતે બચાવવો. શું કરીએ જેથી ફોન ઓવરહીટ ના થાય.
આવો આજે અમે તમને ફોનને ઓવરહીટથી બચાવવા માટેની કેટલીક ટીપ્સ વિશે જણાવીએ.
સૌથી પહેલા તમારે ડાયરેક્ટ સન લાઈટથી બચવું જોઈએ.
સ્ક્રિન બ્રાઈટનેસને પણ ઓછી રખીને તમે ફોનને ગરમ થવાથી બચાવી શકો છો.
બ્લૂટૂથ, Wi-Fi અને બીજા ફિચર્સને કામ ના હોય તો બંધ રાખો.
ચાર્જિંગ સમયે ફોનને એયરપ્લેન મોડ પર રાખી દો અને તેનો ઉપયોગ કરશો નહીં.
ફોન ઓવરહીટ થવા પર તેને થોડા સમય માટે એયરપ્લેન મોડ પર રાખી દો. આથી ફોન ખુબ જ ઝડપી ઠંડો થઈ જશે.
સ્માર્ટફોનને એવી જગ્યાએ ચાર્જ ના કરશો, જ્યાં વધુ ગરમી હોય. ફોનને આવી જગ્યાએ ચાર્જ કરો જ્યાં ગરમી ઓછી હોય.