Jun 11, 2025

Howrah Bridge Facts | હાવડા બ્રિજ સાથે જોડાયેલ રસપ્રદ વાતો

Rakesh Parmar

હાવડા બ્રિજ

પશ્ચિમ બંગાળનું સુંદર શહેર છે કોલકાતા. આ શહેરની સુંદરતામાં હાવડા બ્રિજ ચાર ચાંદ લગાવે છે. જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

Source: social-media

હાવડા બ્રિજનું નિર્માણ

આ પુલનું નિર્માણ વર્ષ 1936 માં શરૂ થયું હતું અને 1943 માં પૂર્ણ થયું હતું. જેના પછી તેને લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.

Source: social-media

કોઈ નટ-બોલ્ટ નહીં

આશ્ચર્યની વાત છે કે હાવડા બ્રિજને બનાવવામાં કોઈ પણ નટ-બોલ્ટનો ઉપયોગ કરાયો નથી. તેમાં ધાતુના ખિલ્લા લાગેલા છે.

Source: social-media

નદીના કિનારે

હાવડા બ્રિજની નીચે હુગલી નદી વહે છે. આ નદીના કિનારે બે પાયાની ઉપર હાવડા બ્રિજ ટકેલો છે. આ પાયાની ઊંચાઈ 280 ફુટ છે.

Source: social-media

ટાટા સ્ટીલ

હાવડા બ્રિજને બનાવવા માટે ટાટા સ્ટીલે લોખંડની સપ્લાઇ કરી હતી. જેમાં 26 હજાર 500 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે.

Source: social-media

બોમ્બ પણ પડ્યો

જાપાની સેનાએ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ પુલને તોડવાની કોશિશ કરી હતી. આ પુલની પાસે જ એક બોમ્બ પડ્યો હતો પરંતુ તેને કોઈ નુકસાન થયું નહીં.

Source: social-media

નામ બદલ્યું

વર્ષ 1965 માં તેનું નામ બદલીને રવીન્દ્ર સેતુ રાખવામાં આવ્યું. પરંતુ તેને આજે પણ લોકો હાવડા બ્રિજના નામથી જ લોકો વધુ ઓળખે છે.

Source: social-media

સૌથી મોટો પુલ

હાવડા બ્રિજના નિર્માણ સમયે ત્રીજો સૌથી લાંબો કેંટિલીવર પુલ હતો અને તે દુનિયામાં પોતાના પ્રકારનો આઠમો મોટો અને લાંબો પુલ હતો.

Source: social-media

ફિલ્મોનું શૂટિંગ

ઘણી હિંદી, બંગાળી, મલયાલમ ફિલ્મો હાવડા બ્રિજ પર શૂટ થઈ ચુકી છે. જેમાં યુવા, ગુંડે, હાવડા બ્રિજ, અમર પ્રેમ, ખામોશી સામેલ છે.

Source: social-media

હાવડા બ્રિજનો રાત્રી નજારો

હાવડા બ્રિજ જોવા જાવ તો રાત્રે તેને જરૂરથી જોવો. રાત્રીના સમયે તેની સુંદરતા ખુબ જ અલગ દેખાય છે. અહીં ચમક્તી લાઈટો તેને વધુ સુંદર બનાવે છે.

Source: social-media

Source: social-media