અમદાવાદના આકાશમાં સર્જાયો રંગોનો ઉત્સવ, 50 દેશોના પતંગબાજોનો જમાવડો

Jan 12, 2026, 05:33 PM

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (IKF) 2026'નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ખાસ અતિથિ તરીકે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ પતંગ ચગાવયો

બંને મહાનુભાવોએ પતંગ ચગાવીને આ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. જે ભારત અને જર્મની વચ્ચેના મજબૂત રાજદ્વારી સંબંધો અને મિત્રતાની પ્રતિબદ્ધતાને દર્શાવી હતી.

વડાપ્રધાન મોદી તેમજ જર્મન ચાન્સેલર મર્ઝે ખાસ તૈયાર કરવામાં આવેલી અમદાવાદની પોળ અને હવેલીની સ્થાપત્યકલાની પ્રતિકૃતિની મુલાકાત લીધી હતી.

ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ

ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે. ત્યારે આ હેરિટેજ વોકવે પર પતંગ મ્યુઝિયમ અને આઈકોનિક ફોટો વોલ પણ બનાવવામાં આવી છે. જ્યાં બંને મહાનુભાવોએ વિવિધ રાજ્યની, અલગ અલગ કાગળ અને બનાવટની પતંગો વિશે ઊંડાણપૂર્વકની જાણકારી પણ મેળવી હતી.

અહીં પતંગ બનાવનારા કારીગરો દ્વારા પતંગ બનાવવાની કળાનું જિવંત નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. જેને મહાનુભાવોએ રસપૂર્વક નિહાળ્યું હતું.

આંતરરાષ્ટ્રીય પતંગબાજો

ગુજરાત ટૂરિઝમ દ્વારા આયોજિત આ રંગબેરંગી આકાશી મહોત્સવમાં આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતનાં 13 રાજ્યોના 65 પતંગબાજો પોતાની અવનવા રંગો અને આકારની પતંગો સાથે સામેલ થયા છે.

ગુજરાતના પતંગબાજો

ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 871 પતંગબાજો પણ ઉપસ્થિત રહીને કલાનું પ્રદર્શન કરી રહ્યા છે.

અમદાવાદમાં પતંગ મહોત્સવ

આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સ્થાનિક ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ, તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

50 જેટલા દેશોના પતંગવીરો

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં અલ્જેરિયા, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલારુસ, બેલ્જિયમ, બ્રાઝિલ, બલ્ગેરિયા, કંબોડિયા, કેનેડા, ચિલિ, ચાઇના, કોલંબિયા, કોસ્ટારિકા, ડેન્માર્ક, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ક્રિશ, ગ્વાટેમાલા, હંગેરી, ઈન્ડોનેશિયા, આયર્લેન્ડ, ઈઝરાયેલ, ઇટલી, જાપાન સહિતના કુલ 50 જેટલા દેશોના પતંગવીરો ભાગ લઈ રહ્યા છે.

ઉત્તરાયણ માત્ર પતંગબાજી જ નહીં પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ સમાન ઉત્સવ છે.