શું સાચે આ વૃક્ષને કાપવાથી 'લોહી' નીકળે છે? જાણો સત્ય

Jul 04, 2025, 03:28 PM

વૃક્ષો મનુષ્યોને જીવતા રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે તમારા જીવનમાં અલગ-અલગ પ્રકારના ઘણા વૃક્ષો વિશે સાંભળ્યું હશે.

પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે, કોઈ વૃક્ષને કાપવા કે પછી તુટવા પર તેમાંથી લોહી નીકળે છે?

ખરેખરમાં 'બ્લડ વુડ' નામનું એક વૃક્ષ છે જેને કાપવાથી તેમાંથી લાલ રંગનું લિક્વિડ નીકળે છે.

આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ 'સેરોકારપસ એંગોલેનસિસ' છે.

તમને જણાવી દઈએ કે તેમાંથી લાલ રંગનું નીકળતું લિક્વિડ લોહી નથી હોતું.

પરંતુ તે 'ટૈનિસ' લિક્વિડ હોય છે જે દરેક વૃક્ષમાં જોવા મળે છે.

બ્લડવુડ ટ્રી માં ટૈનિસ લિક્વિડની માત્રા 77 ટકા હોય છે જેના કારણે તેમાંથી નીકળતું લિક્વિડ લોહી જેવું દેખાય છે.

અન્ય વૃક્ષોમાં આ લિક્વિડની માત્રા 12 થી 20 ટકા હોય છે.

બ્લડ ટ્રી નો ઉપયોગ જરૂરી દવાઓને બનાવવા માટે કરવામાં આવે છે.