Jun 19, 2025
આજે અમે તમને જણાવીશું કે વરસાદના કેટલા પ્રકાર હોય છે અને તેને ગુજરાતી સાહિત્યમાં ક્યા 12 નામોથી ઓળખવામાં આવે છે.
જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
ફરફર કરતાં વધુ પણ પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ.
છાંટા કરતા વધારે. જમીન પર પડતું ટીપું એકાદ ઈંચ જગ્યાને પલાળે એવો વરસાદ
ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
પછેડી હોય તો રક્ષણ મળે તેવો વરસાદ
છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
બે ચાર ધારા ભેગી થઇને એકધારી વરસતી રહે તેવો વરસાદ. જાણે સુપડામાંથી પાણી પડતું લાગે.
વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે.