રાજા જેવી જિંદગી જીવે છે આ નાનકડા દેશના લોકો!

Dec 15, 2025, 04:03 PM

યુરોપનો અમીર દેશ

દુનિયામાં ગણા દેશો પોતાની પ્રાકૃતિક સુંદરતા, સંસ્કૃતિ અથવા આધુનિક વિકાસના કારણે પ્રસિદ્ધ છે. પરંતુ યુરોપનો એક નાનકડો દેશ એવો પણ છે જેની પાસે ન તો એરપોર્ટ છે, ન તો પોતાની કરન્સી અને ન તો કોઈ દેવું. છતા તેની ઓળખ યુરોપના સૌથી અમીર દેશો તરીકે થાય છે.

લિકટેંસ્ટાઈન

જો તમને લાગે છે કે યુરોપનો સૌથી અમીર દેશ સ્વિટ્ઝરલેન્ડ છે, તો આ જાણકારી તમને આશ્ચર્યચકિત કરશે. સ્વિટ્ઝરલેન્ડથી પણ નાનો, તેનાથી વધુ સમૃદ્ધ રાષ્ટ્ર, ઓછી વસ્તીવાળો અને ખુબ જ શાંત દેશ છે- લિકટેંસ્ટાઈન.

જર્મન ભાષા

લિકટેંસ્ટાઈનની ઓળખ દુનિયાના સૌથી અનોખા દેશોમાં થાય છે. અહીં કોઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નથી. આ દેશની કોઈ ઓફિશિયલ ભાષા નથી, અહીંના લોકો જર્મન બોલે છે.

સમૃદ્ધ દેશ

આ દેશની પોતાની કરન્સી નથી, સ્વિસ ફ્રેંક ઉપીયોગ થાય છે અને ચોંકાવનારી વાત એ છે કે આ દેશ પર એક પણ રૂપિયાનું દેવું નથી. એટલે કે એરપોર્ટ વિના, કરન્સી વિના અને દેવું પણ નહીં. છતા પણ તે દુનિયાનો સમૃદ્ધ દેશ છે.

રાજા જેવી જિંદગી

લિકટેંસ્ટાઈનમાં રહેતા લોકો પાસે એટલી સંપત્તિ છે કે ગણા નાગરિકોને કામ કરવાની જરૂર નથી પડતી. તેઓ પોતાની મરજી અને પસંદની જિંદગી જીવે છે.

ખુબ જ ઓછો ટેક્સ

ખુબ જ ઓછો ટેક્સ, સુવિધાઓ સારી અને જીવન સંપૂર્ણ રીતે તણાવ મુકત. અહીં સંપત્તિનો દેખાડો કરલાનું ચલણ નથી. લોકો અમીર છે પણ સરળ અને શાંત જીવનને મહત્ત્વ આપે છે.

સંમ્માન અને શાંતિ

લિકટેંસ્ટાઈનમાં પૈસાનો દેખાડો અથવા ઘોંઘાટ કરવું ગેરવર્તન માનવામાં આવે છે. અહીંના લોકો એક-બીજા પ્રત્યે ખુબ જ સન્માનજનક હોય છે. પાડોસી શાંત રહે છે અને સામુદાયિક સંબંધ ખુબ જ મજબૂત હોય છે.

સુરક્ષિત દેશોમાંથી એક

જો દુનિયાના સૌથી શાંત અને સુરક્ષિત દેશ શોધવો હોય તો લિકટેંસ્ટાઈનનું નામ સૌથી ઉપર આવે છે. અહીંના લોકો ઘરના દરવાજા પણ લોક કરતા નથી.

દુનિયામાં દુર્લભ દેશ

આ આખા દેશમાં કૂલ 7 કેદી છે. પોલીસદળ પણ 100 થી ઓછું છે. કાણ કે જરૂરીયાત જ પડતી નથી. કેદીઓને પણ રેસ્ટોરેંટ-ક્વોલિટી ભોજન આપવામાં આવે છે. આટલો સુરક્ષિત અને માનવીય પરિવેશ દુનિયામં દુર્લભ છે.

નાનો દેશ, મોટા ફાયદા

આહીંના વસ્તી માત્ર 30,000 થી થોડી વધું છે. મોટા ભાગના કર્મચારીઓ જર્મની અને ઓસ્ટ્રિયાથી આવીને અહીં કામ કરે છે.

સુવિધાઓ અને સમૃદ્ધિ

અહીંના નાગરિકોને એવી સુવિધાઓ મળે છે, જે સરેરાશ અમેરિકન નાગરિકથી પાંચ ગણી વધારે છે. એટલે કે નાનો દેશ સુવિધાઓ અને સમૃદ્ધિના મામલે દુનિયામાં સૌથી આગળ.

એવું શું છે લિકટેંસ્ટાઈનમાં?

લિકટેંસ્ટાઈન સાચેજ એક હિડન યુરોપિયન જેમ છે. એક એવો દેશ જ્યાં શાંતિ છે, પારિવારિક જીવન સંતુલિત છે, ગોપનિયતાને મહત્ત્વ આપવામાં આવે છે. અને સમૃદ્ધિ ઘોંઘાટ વિના ઉછરે છે.

શાંતિ અને સમૃદ્ધિ એકસાથે

દુનિયા આખી ભાગદોડમાં લાગેલી છે, પરંતુ આ નાનકડો દેશ સાબિત કરે છે કે શાંતિ અને સમૃદ્ધિ સાથે-સાથે રહી શકે છે.