દુનિયાભરના વિદેશી નાગરિકો માટે UAE એક પ્રખ્યાત લોકેશન છે. ઘણા દેશોના અમીર લોકો સંયુક્ત અરબ અમીરાત રહેવા અને કામ કરવા માટે તૈયાર છે.
તમને જણાવી દઈએ કે, UAE સાત અમીરાતોનો એક સંઘ છે, જેમાં અબુ ધાબી (રાજધાની), અજમાન, દુબઈ, ફુજૈરાહ, રાસ અલ ખૈમાહ, શારજાહ અને ઉમ્મ ક્વૈન સામેલ છે.
પરંતુ એક એવો રસ્તો છે જેના દ્વારા તમે અભ્યાસ અથવા નોકરી વિના જ UAE ના નાગરિક બનવાની સાથોસાથ અમીરાતમાં રહી શકો છો. એ રસ્તો છે- UAE Golden Visa
યૂએઈ ગોલ્ડન વિઝા એક લોંગ-ટર્મ રેસિડન્સી પરમિટ છે, જે નોકરી વિના અથવા સ્પોન્સર UAE માં 10 વર્ષ સુધી રહેવાનું પરમિશન આપે છે.
રોકાણકાર, બિઝનેસમેન, વૈજ્ઞાનિક, ટોપ સ્ટૂડન્ટ, તાજેતરમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ, માનવતાવાદી કાર્યકર્તા અને ફ્રંટલાઈન હીરો ગોલ્ડન વિઝા માટે અરજી કરી શકે છે.
ગોલ્ડન વિઝા ધારકોને યૂએઈમાં અનલિમિટેડ સ્ટેની પરમિશન મળે છે અને તે દર છ મહિને પરત આવ્યા વિના રહી શકે છે.
ગોલ્ડન વિઝા ધારકોને 5 અથવા 10 વર્ષ માટે રિન્યૂએબલ રેસિડન્સી વિઝા મળે છે.
ગોલ્ડન વિઝા ધારક પોતાના પરિવારના સભ્યો, જેવા કે પતિ-પત્ની અને બાળકોને સ્પોન્સર કરી શકે છે, પછી ભલે તેમની ઉંમર કંઈ પણ હોય.
આ વિઝા સાથે તમને ઘર, મલ્ટીપલ એન્ટ્રી વિઝા અને એક્સક્લુસિવ લાભ મળે છે.
જો તમે 2 મિલિયન AED (લગભગ 4.71 કરોડ રૂપિયા)નું રોકાણ કરો છો તો તમે કોઈ પણ પ્રકારના સ્પોન્સર વિના 10 વર્ષના ગોલ્ડન વિઝા મેળવી શકો છો.
તમે UAE માં માન્યતા પ્રાપ્ત ઈન્વેસ્ટમેન્ટ ફંડથી એક પત્ર રજૂ કરી શકો છો, જેમાં તે સાબિત કરવામાં આવે કે તમારી પાસે 2 મિલિયન AED (4,71,31,320 રૂપિયા)નું રોકાણ છે.
જો તમારી પાસે વેલિડ કોમર્શિયલ અથવા ઈન્ડસ્ટ્રીયલ લાઈસન્સ છે અને તમે સરકારને વાર્ષિક 250,000 AED થી વધુ ટેક્સ ચુકવો છો તો તમે ગોલ્ડન વિઝા માટે પાત્ર હોઈ શકો છો.
જો તમારી પાસે 2 મિલિયન AED થી વધુની સંપત્તિ છે તો તમે 5 વર્ષ માટે રિન્યૂએબલ ગોલ્ડન વિઝા પ્રાપ્ત કરી શકો છો.