Nov 14, 2025

મૈથિલી ઠાકુરની ભવ્ય જીત, 25 વર્ષની ઉંમરે બની ધારાસભ્ય

Rakesh Parmar

MLA મૈથિલી ઠાકુર

બિહારનો અલીનગર મતવિસ્તાર આ વિધાનસભા ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહ્યો છે. ભાજપે આ બેઠક પરથી સૌથી નાની ઉંમરના ઉમેદવાર મૈથિલી ઠાકુરને ઉમેદવાર બનાવ્યા હતા. આજે મત ગણતરીમાં મૈથિલીની મોટી જીત થઈ છે.

Source: social-media

અલીનગર વિધાનસભા

મૈથિલી ઠાકુરને ભાજપે દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવી છે. તેનો મુકાબલો આરજેડીના વરિષ્ઠ નેતા વિનોદ મિશ્રા સામે હતો. મૈથિલીના સ્ટાર સ્ટેટસ અને લોકપ્રિયતાને કારણે આ બેઠક રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય રહી છે.

Source: social-media

મૈથિલી ઠાકુરની બમ્પર જીત

બિહારના અલીનગર વિધાનસભા ચૂંટણની પરિણામમાં મૈથિલીનો ભવ્ય વિજય થયો છે. મૈથિલીને 84,915 મત મળ્યા હતા અને તેણે વિનોદ મિશ્રાને 11,730 મતથી હરાવ્યા છે. જ્યારે વિનોદ મિશ્રા 73,185 મત મળ્યા હતા.

Source: social-media

મૈથિલીનો ચૂંટણી પ્રચાર

મૈથિલી ઠાકુરે ભાજપની ટિકીટ મળતા જ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો હતો, તેમજ આ યુવા નેતાએ શરૂઆતથી જ અલીનગરનું નામ બદલીને સીતાનગર કરવાનું જણાવ્યું હતું.

Source: social-media

મૈથિલી ઠાકુર જાહેર જીવન

લોક ગાયિકા મૈથિલી ઠાકુર તેની સાદગી અને સાંસ્કૃતિક છબી માટે જાણીતી છે. તેની સંગીત યાત્રા, જાહેર જીવન અને વર્તમાન રાજકીય સક્રિયતાએ તેને બહુપક્ષીય વ્યક્તિત્વ બનાવ્યું છે.

Source: social-media

મૈથિલી ઠાકુરનો પરિવાર

બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટી ગામની રહેવાસી મૈથિલીએ સાબિત કર્યું છે કે પ્રતિભા માટે પ્લેટફોર્મ નહીં પણ સખત મહેનતની જરૂર હોય છે. તેના પિતા રમેશ ઠાકુર એક સંગીત શિક્ષક છે અને તેની માતા ભારતી ઠાકુર હાઉસ વાઈફ છે.

Source: social-media

મૈથિલી ઠાકુરની લોકપ્રિયતા

મૈથિલીએ બાળપણમાં શાસ્ત્રીય સંગીત શીખ્યું હતું અને રાઇઝિંગ સ્ટાર જેવા ટીવી શોએ તેને દેશવ્યાપી ઓળખ અપાવી હતી. આજે તેના ભજન, લોકગીતો અને સૂફી ગાયન માત્ર ભારતમાં જ નહીં પરંતુ નેપાળ અને ભારતીય ડાયસ્પોરામાં પણ લોકપ્રિય છે.

Source: social-media

મૈથિલી ઠાકુર શિક્ષણ

મૈથિલીએ પોતાનું પ્રારંભિક શિક્ષણ તેના ગામમાં પૂર્ણ કર્યું, અને પછીથી તેનો આખો પરિવાર દિલ્હી સ્થળાંતરિત થયો, જ્યાં તેણે 12મા ધોરણ સુધી બાલ ભવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેણે દિલ્હી યુનિવર્સિટીની આત્મારામ સનાતન ધર્મ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી.

Source: social-media

મૈથિલી ઠાકુરની આવક અને કુલ સંપત્તિ

ચૂંટણી પંચને સુપરત કરાયેલા સોગંદનામા મુજબ, મૈથિલી ઠાકુરની જાહેર કરેલી સંપત્તિ અને આવક નીચે મુજબ છે: કુલ સંપત્તિ: રૂ. 3.82 કરોડ; જંગમ સંપત્તિ: રૂ. 3.04 કરોડ; સ્થાવર સંપત્તિ: રૂ. 2.50 કરોડ (દ્વારકા, દિલ્હીમાં ફ્લેટ); ITR (2023-24) માં દર્શાવેલ વાર્ષિક આવક: રૂ. 28,67,350.

Source: social-media

ધારાસભ્ય તરીકે કેટલી કમાણી કરશે?

બિહારમાં ધારાસભ્યનો મૂળ પગાર અને ભથ્થા નીચે મુજબ છે: મૂળ પગાર: ₹50,000; ક્ષેત્ર ભથ્થું: ₹55,000; મીટિંગ ભથ્થું: ₹3,000 પ્રતિ દિવસ; PA ભથ્થું: ₹40,000; સ્ટેશનરી ભથ્થું: ₹15,000; કુલ માસિક સરેરાશ કમાણી ₹1.40 લાખથી વધુ થાય છે.

Source: social-media

Source: social-media