Feb 06, 2025
જો દુનિયાના સૌથી મોંઘા ગુલાબની વાત કરીએ તો ફોટોમાં દેખાતું જૂલિયટ રોઝ દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ છે.
તેને ખરીદવા માટે મોટામાં મોટા અમીર વ્યક્તિએ પણ વિચાર કરવો પડશે. તેની કિંમત 130 કરોડ રૂપિયા (10 મિલિયન પાઉન્ડ) છે.
હવે તમે વિચારી રહ્યા હશો કે એક ગુલાબમાં એવુ તો શું હશે કે તેની કિંમત કરોડોમાં છે, તો ચાલો તેના વિશે પણ અમે તમને જાણકારી આપીએ.
સૌથી ખાસ વાત એ છે કે જુલિયટ રોઝને ઉગાડવામાં જ લગભગ 15 વર્ષનો સમય લાગે છે.
તેના પ્લાન્ટની ખાસ રીતે દેખરેખ રાખવી પડે છે, નહીં તો તે સુકાઈ પણ શકે છે.
સૌથી પહેલા આ ગુલાબના ફૂલને વર્ષ 2006 માં ડેવિડ ઓસ્ટિન નામના વ્યક્તિએ એક્સપેરિમેન્ટ તરીકે ઉગાડ્યુ હતું.
તેમણે આ અનોખા ગુલાબને ઉગાડવા માટે ગુલાબની ઘણી પ્રજાતિઓને મિક્સ કર હતી અને એક્સપેરિમેન્ટ કરવાની કોશિશ કરી હતી, જેમાં તેઓ સફળ થયા હતા.
તેને ઉગાડવામાં તેમના લગભગ 37 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.
જોકે એક જુલિયટ રોઝને તેમણે લગભગ 90 કરોડ રૂપિયામાં વેચ્યુ હતું, પરંતુ હાલમાં તેની કિંમત 130 કરોડ રૂપિયા થઈ ગઈ છે.