Apr 28, 2025
ચા દુનિયાના સૌથી પ્રસિદ્ધ પીણા પદાર્થોમાંથી એક છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના ઘણા દેશોમાં લોકો ચા પીવાના શોખીન છે.
હંમેશા રેસ્ટોરન્ટ, કેફે અને ચાની ટપરી પર 10 થી લઈ 1000 રૂપિયા સુધીની ચા મળી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક ચાની કિંમત હજારો અને લાખોમાં નહીં પણ કરોડોમાં છે.
આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી ચા વિશે જણાવીશું.
ચીનમાં મળતી ડા-હોન્ગ-પાઓ ચા (Da Hong Pao Tea) દુનિયાની સૌથી મોંઘી ચા છે.
1 કિલો ડા-હોન્ગ-પાઓ ચા ની કિંમત લગભગ 8 થી 10 કરોડ રૂપિયા છે.
જાણકારી અનુસાર, ડા-હોન્ગ-પાઓ ચા માત્ર હરાજીમાં જ વેચવામાં આવે છે.
ડા-હોન્ગ-પાઓ ચા ના ઝાડ દુર્લભ વૃક્ષ છે, તેને મધર્સ ટ્રી પણ કહેવામાં આવે છે.
ચીની લોકો અનુસાર, ડા-હોન્ગ-પાઓ ચાનો ઈતિહાસ મિંગ શાસન સાથે જોડાયેલ છે, જે ખુબ જ જૂનો છે.
કહેવામાં આવે છે કે મિંગ શાસનના સમયમાં મહારાણીની તબિયત ખરાબ થતા તેમને આ ચા પીવરાવી હતી અને આ ચાના કારણે મહારાણીની તબિયત ઠીક થઈ ગઈ હતી.