Feb 17, 2025
ઘણા લોકો છે જેઓ સારા પૈસા કમાવવા અને એક સારી નોકરી મેળવવા માટે સખત મહેનત કરે છે અને ઘણો સંઘર્ષ પણ કરે છે.
આવા લોકો માટે આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ દુનિયાની 5 નોકરીઓ વિશે, જે ખુબ જ શાનદાર છે અને ભવિષ્યમાં તેની ડિમાન્ડ સારી એવી રહેવાની છે.
ડેટા સાયન્સના ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે. આ ક્ષેત્રના લોકો ડેટા વૈજ્ઞાનિક, ડેટા વિશ્લેષણ, ડેટા એન્જિનિયર, મશીન લર્નિંગ એન્જિનિયર અને ડેટાબેસ એડમિનિસ્ટ્રેટરનું કામ કરી શકે છે.
એઆઈ પણ આજના સમયમાં વિકસતું ક્ષેત્ર છે. દુનિયાના તમામ દેશ તેને અપનાવી રહ્યા છે. એઆઈની સમજ રાખતા લોકો માટે આ ક્ષેત્રમાં નોકરીના ઘણા વિકલ્પો છે.
જે પ્રમાણે ટેક્નોલોજીમાં વિકાસ થઈ રહ્યો છે, તેમ-તેમ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ક્રાઈમ પણ વધી રહ્યું છે. આવામાં સાયબર સિક્યોરિટી એક એવું ક્ષેત્ર છે જ્યાં નોકરીની વિપુલ તકો આવવાની છે. દરેક મોટી કંપની પોતાનો સાયબર એક્સપર્ટ રાખે છે.
હેલ્થ સેક્ટર હંમેશા વિકસતું સેક્ટર છે. મેડિકલ સાયન્સે ગત ઘણા વર્ષોમાં ખુબ જ ગ્રોથ કર્યો છે, આવામાં આ ક્ષેત્રમાં પણ નોકરીઓ માટે ઘણા વિકલ્પો છે.
દુનિયામાં જે પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ થઈ રહ્યું છે. તેમાં જોવામાં આવે તો કંસ્ટ્રક્શનનું સેક્ટર હંમેશા ગ્રો કરનારૂં સેક્ટર રહ્યું છે.