Nov 21, 2025
ભારતની સૌથી મોટી બિઝનેસ ફેમિલી અંબાણી પરિવારે ધર્મ અને પરંપરા પ્રત્યેના તેમના ઊંડા સમર્પણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ સોરઠના હૃદય ગણાતા અને 'સાવજની ભૂમિ' તરીકે જાણીતા ગીરના શાંત જંગલોમાં નવનિર્મિત શિવ મંદિરની ભક્તિભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.
ગિરમાં શિવ મંદિરની સ્થાપના સમયે નીતા અંબાણી લાલ જામેવાર સાડીમાં ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.
શિવ મંદિરની સ્થાપના માટે નીતા અંબાણીએ તરુણ તાહીલિયાની દ્વારા ડિઝાઈન કરેલ ખુબ જ સુંદર લાલ રંગમાં પ્રિન્ટેડ જામેવાર સાડી પહેરી હતી.
નીતા અંબાણીની સાડી પર મોતાવાળા ખાશિડાનું એમ્બ્રોઈડરી કરવામાં આવ્યુ હતું. સાથે જ ડાર્ક રંગવાળા સ્ટોન્સ ઝડેલા હતા, જેનું કામ ખુબ જ ઝીણવટપૂર્વક કરવામાં આવ્યું હતું.
નીતા અંબાણીએ સાડીના લુકને પરફેક્ટ બનાવવા માટે પાલવને ખુલ્લો રાખ્યો હતો. સાથે જ તેમનું સ્વીટહાર્ટ કટ બ્લાઉઝ પણ સુંદર લાગી રહ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગ માત્ર પારિવારિક સમારોહ ના રહેતા તે ભક્તિ, એકતા અને ભારતીય સંસ્કારિતાના સશક્ત પ્રદર્શનનો મંચ બની રહ્યો હતો.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના પુત્રો આકાશ, અનંત અને પુત્રવધૂ શ્લોકા, રાધિકા અને દીકરી ઈશા સહિત સમગ્ર પરિવાર સાથે આ દિવ્ય સમારોહમાં હાજરી આપી હતી.
અંબાણી પરિવારે ગીરના શાંત જંગલોમાં નવનિર્મિત શિવ મંદિરની ભક્તિભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે.