May 07, 2025
ભારત અને પાકિસ્તાન બંને દેશોએ પોતાના મિસાઈલ કાર્યક્રમોથી પ્રગતિ કરી છે. ચલો જાણીએ કે બંને દેશો પાસે કયાં પ્રકારની મિસાઈલો છે.
પહેલા ભારતની વાત, ભારતે પોતાના મિસાઈલ કાર્યક્રમની શરૂઆત 1980ના દાયકામાં કરી હતી અને હવે ભારત પાસે વિભિન્ન પ્રકારની મિસાઈલો છે.
અગ્નિ-।: 700 થી 900 કિલોમીટર રેંજ. અગ્નિ-।।: 2000 થી 3000 કિલોમીટરની રેંજ. અગ્નિ-।।।: 3500 થી 5000 કિલોમીટરની રેંજ. અગ્નિ-।V: 3500 થી 4000 કિલોમીટરની રેંજ. અગ્નિ-V: 5000 થી 8000 કિલોમીટરની રેંજ.
પૃથ્વી-।: 150 કિલોમીટરની રેંજ. પૃથ્વી-।।: 250 કિલોમીટરની રેંજ. પૃથ્વી-।।।: 350 કિલોમીટરની રેંજ.
આ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે. જેની રેંજ 300 થી 500 કિલોમીટર છે. આ ભારત અને રશિયા દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત કરવામાં આવી છે.
આ સબમરીથી લોંચ કરવામાં આવતી બેલેસ્ટિક મિલાઈલો છે. જેવની રેંજ ક્રમશ: 750 કિલોમીટર અને 3500 કિલોમીટર છે.
હવે વાત પાકિસ્તાનની, પાકિસ્તાને પણ પોતાના મિસાઈલ કાર્યક્રમોને આગળ વધાર્યા છે. તેની પાસે વિભિન્ન પ્રકારની મિસાઈલો છે.
હત્ફ-।: 70 થી 100 કિલોમીટરની રેંજ. હત્ફ-।। (અબ્લાદી): 180 કિલોમીટર રેંજ. હત્ફ-।।। (ગજનવી):290 કિલોમીટરની રેંજ. હત્ફ-।V (શાહિન):750 કિલોમીટરની રેંજ. હત્ફ-V (ગૌરી): 1300 થી 1500 કિલોમીટરની રેંજ.
2200 કિલોમીટરની રેંજ, જે મલ્ટીપલ ઈંડિપેંડંટલી ટાર્ગેટેબલ રીએંટ્રી વ્હકલ (MIRV) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે.
ભારતની અગ્નિ-V મિસાઈલની રેંસ પાકિસ્તાનની તમામ મિસાઈલો કરતા વધુ છે. પાકિસ્તાનની શાહીન-।।। મસાઈલ ભારતના મોટાભાગને કવર કરે છે પરંતુ તે અગ્નિ-Vની તુલનામાં ઓછી રેંજની છે.
ભારતની બ્રહ્મોસ મિસાઈલ પોતાની ઉચ્ચ ગતિ અને મારક ક્ષમતાના કારણે પાકિસ્તાનની બાબર અને રાદ મિસાઈલો કરતા પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
ભારતની પાસે K-4 જેવી સબમરીનથી લોંચ થનારી મિસાઈલો છે, જે પાકિસ્તાન પાસે નથી. મિસાઈલ ટેક્નોલોજીમાં ભારત પાકિસ્તાનથી આગળ છે.