Feb 13, 2025
પાસપોર્ટ શું છે? આ એક યાત્રા દસ્તાવેજ છે જે આંતરરાષ્ટ્રીય યાત્રા માટે માન્યતા આપે છે.
પાસપોર્ટ સેવા પોર્ટલ (passportindia.gov.in) પર જઈને 'New User Registration' કરો.
લોગઈન કરો અને પાસપોર્ટ/પોલીસ વેરિફિકેશનની સેવા પસંદ કરો, પછી નવો પાસપોર્ટ/પાસપોર્ટ રિન્યૂ પક ક્લિક કરો.
અરજી ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજ અપલોડ કરો અને અરજીની ફી ઓનલાઈન ભરો.
અરજી ફોર્મ જમા કર્યા બાદ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર/રિજનલ પાસપોર્ટ ઓફિસ માટે ઓપોઈમેન્ટ બુક કરો.
નક્કી કરેલી તારીખ અને સમય પર અપોઈમેન્ટ માટે પહોંચો અને જરૂરી દસ્તાવેજ સાથે બાયોમેટ્રીક જાણકારી આપો.
પોલીસ વેરિફિકેશન, જો જરૂરી હોય તો તમારા ઘરના સરનામે થશે. અહીં તમામ યોગ્ય જાણકારી આપો.
પોલીસ વેરિફિકેશન બાદ તમારો પાસપોર્ટ પ્રિંટ કરવામાં આવશે અને પોસ્ટ દ્વારા તમારા ઘરના સરનામા પર મોકલી દેવામાં આવશે.
અરજી કરતા સમયે તમામ જાણકારી યોગ્ય અને અપડેટેડ હોવી જોઈએ. દસ્તાવેજોની તપાસ કરી લેવી અને નિર્દેશોનું યોગ્ય રીતે પાલન કરવું.