Nov 21, 2025

રિયલમી એ લોન્ચ કર્યો જબરજસ્ત ફોન, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Rakesh Parmar

સ્પેસિફિકેશન

રિયલમી જીટી 8 પ્રો સીરિઝ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ છે. ચલો તેના સ્પેસિફિકેશન પર એક નજર કરીએ.

Source: social-media

ચિપસેટ

રિયલમી જીટી 8 પ્રોમાં ક્વાલકોમના 3nm ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 Elite Gen 5 ચિપસેટ છે. આ ડિવાઇસમાં 16 જીબી રેમ અને 512 જીબી સુધી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. હેન્ડસેટમાં વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ છે.

Source: social-media

કેમેરો

રિયલમી જીટી 8 પ્રોમાં 3nm Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર છે. નવા રિયલમી ફોનમાં 200 એમપી ટેલિફોટો કેમેરા, 512 જીબી સુધી સ્ટોરેજ જેવા એડવાન્સ ફીચર્સ છે.

Source: social-media

શરૂઆતની કિંમત

રિયલમી જીટી 8 પ્રો સ્માર્ટફોન 12 જીબી રેમ અને 256 GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 72,999 રૂપિયા છે. તો 16 GB રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 78,999 રૂપિયા છે.

Source: social-media

બેટરી

રિયલમીના આ ફોનને પાવર આપવા માટે, એક મોટી 7000mAh બેટરી આપવામાં આવી છે, જે 120W વાયર્ડ સુપરવીઓઓ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ રિયલમી સ્માર્ટફોન વોટરપ્રૂફ અને ડસ્ટ ફ્રી ક્ષમતા સાથે IP66 + IP68 + IP69 રેટિંગ ધરાવે છે.

Source: social-media

રિયલમી જીટી 8 પ્રો ફીચર્સ

રિયલમી જીટી 8 પ્રો સ્માર્ટફોન ડ્યુઅલ સિમને સપોર્ટ કરે છે. આ ફોન એન્ડ્રોઇડ 16 બેઝ્ડ રિયલમી યુઆઈ 7.0 સાથે આવે છે. સ્માર્ટફોનમાં 6.79-ઇંચની QHD+ (1,440×3,136 પિક્સેલ) BOE Q10 ફ્લેક્સિબલ AMOLED ડિસ્પ્લે છે જે 144Hz રિફ્રેશ રેટ પ્રદાન કરે છે. સ્ક્રીન 360Hz ટચ સેમ્પલિંગ રેટ, એચડીઆર સપોર્ટ કરે છે.

Source: social-media

સ્ક્રીન

સ્ક્રીન 508ppi પિક્સેલ ડેન્સિટી, 19.6: 9 આસ્પેક્ટ રેશિયો અને ગોરિલા ગ્લાસ 7i પ્રોટેક્શન પ્રદાન કરે છે.

Source: social-media

કનેક્ટિવિટી ફીચર્સ

રિયલમી જીટી 8 પ્રો 5 જી, ડ્યુઅલ-બેન્ડ વાઇ-ફાઇ, બ્લૂટૂથ 6.0, યુએસબી ટાઇપ-સી પોર્ટ, એનએફસી જેવા કનેક્ટિવિટી ફીચર્સ પ્રદાન કરે છે.

Source: social-media

Source: social-media