Jul 31, 2025
કળિયુગના જમાનામાં એક એવું પણ ગામ છે જ્યાં કોઈની ચોરી કરવાની હિંમ્મત થતી નથી.
તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આવું ગામ ભારતમાં આવેલું છે. સાથ જ તમને આ ગામમાં કોઈ પણ ઘરને દરવાજો જોવા નહીં મળે.
આ ગામ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાનું શનિ શિગણાપુર છે. આ ગામમાં તમને કોઈ ઘરને દરવાજો જોવા નહીં મળે. તેમ છતાં ક્યારેય ચોરીની ઘટના સામે આવી નથી.
લોકોમાં શ્રદ્ધા છે કે, શનિ દેવ તેમના ગામની રક્ષા કરે છે, તેથી લોકો ઘરને દરવાજો રાખતા નથી કે વાહનોને લોક પણ કરતા નથી.
ગામના લોકો પોતાના ઘરમાં કોઈ કબાટ કે સૂટકેસ પણ રાખતા નથી. લોકો સોનાના આભૂષણો જેવી કિંમતી વસ્તુઓને કપડામાં ઢાંકીને ડબામાં મુકી દે છે. તેમનું માનવું છે કે તેમની રક્ષા શનિદેવ પોતે કરે છે.
તેમનું કહેવું છે કે આ ગામ પર શનિ દેવતાની વિશેષ કૃપા છે. માટે આ ગામમાં ક્યારેય કોઈ ચોરની આવવાની હિંમ્મત થતી નથી.
જો કોઈ ક્યારેય ચોરી કરે છે તો તેને શનિ દેવતા પોતે સજા આપે છે.
ખાસ વાત એ છે કે અહીં આવેલી બેંકોમાં પણ દરવાજા નથી, જે આ ગામને વધુ ખાસ બનાવે છે.
માન્યતાઓ અનુસાર, લોકો મોટા મેળાઓ દરમિયાન પણ તેમના ઘર ખુલ્લા રાખે છે અને કોઈ ચોરી થતી નથી. મહારાષ્ટ્રનું આ ગામ શનિ મંદિર માટે ખુબ જ પ્રસિદ્ધ છે.