May 26, 2025
ભારત વિભિન્ન ધર્મો અને સભ્યતાઓનો દેશ છે. અહીં દરેક શહેર અને ગામની અલગ પરંપરા અને સુંદરતા તમને જોવા મળશે.
ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં એક એવું પણ ગામ છે, જ્યાં તમે પૈસા વિના રહી શકો છો અને ફરી શકો છો.
માત્ર પૈસા જ નહીં આ ગામમાં કોઈ ધર્મ જોવા મળતો નથી અને ના તો કોઈ સરકારનું શાસન છે. અહીં બધા લોકો પોતાના મન મરજીથી રહે છે.
તમિલનાડુના ચેન્નાઇથી 150 કિલોમીટર વસેલું છે ઓરોવિલે ગામ. અમે આ ગામની જ વાત કરી રહ્યા છે, ચલો તમને જણાવીએ તેની વિશેષતા.
આ ગામની સ્થાપના વર્ષ 1968માં મીરા અલ્ફાજોએ કરી હતી. આ ગામને સિટી ઓફ ડોન પણ કહેવામાં આવે છે.
આ ગામને વસાવવાનો હેતું એ હતો કે અહીં કોઈ પણ ધર્મ-જાતિ, ઉંચ-નીચ અથવા ભેદભાવ ન હોય.
ઓરોવિલે ગામ આવનારા લોકો પાસેથી પૈસા નહીં લેવામાં આવે પરંતુ એક શરત માનવાની રહેશે. અહીં આવનારા લોકોએ સેવક તરીકે રહેવાનું હોય છે.
આ ગામમાં વધારે મંદિર બનેલા નથી. માત્ર માતૃમંદિર બનાવવામાં આવ્યું છે, જે સુંદર છે. અહીં આધ્યાત્મિક અથવા એકાંતમાં યોગ કરવા માટે લોકો આવે છે.
આ ગામ કોઈ પણ સરકાર વિના ચાલે છે. ઓરોવિલે ગામ એક વિધાનસભા દ્વારા નિયંત્રિત થાય છે. જેમાં વયસ્ક લોકો સામેલ છે. 900 લોકોની એક સભા તેને ચલાવે છે.
આ ગામમાં કોઈ પૈસાની લેવડદેવડ નથી થતી અને ના તો પૈસા ચાલે છે. અહીંના લોકો બહારના લોકો સાથે રૂપિયાની લેવડદેવડ કરી શકે છે.