પાડોશી દેશે બનાવ્યો તાજમહેલ, હવે કહેવાય છે 'ગરીબોનો તાજમહેલ'

Aug 01, 2025, 02:02 PM

તાજમહેલની સુંદરતા

ભારતમાં સ્થિત તાજમહેલ ના દુનિયામાં છે અને ના તો ક્યારેય ક્યાંય બની શક્શે. દુનિયાના ઘણા દેશોએ તાજમહેલ જેવી અજાયબી બનાવવાની કોશિશ કરી પરતું બનાવી શક્યા નહીં.

તાજમહેલની કોપી

આ કડીમાં બાંગ્લાદેશમાં પણ બનાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ જ્યારે પરિણામ સામે આવ્યું તો લોકો તેને જોઈને મોઢુ ચઢાવવા લાગ્યા.

ગરીબોનો તાજમહેલ

બાંગ્લાદેશમાં બનેલા તાજમહેલને ગરીબોનો તાજમહેલ કહેવામાં આવે છે.

તાજમહેલની ભવ્યતા

આગ્રાના તાજમહેલની ભવ્યતાની સામે બાંગ્લાદેશના તાજમહેલની ભવ્યતા કંઈ નથી.

ઢાકાથી 30 કિમી દૂર

બાંગ્લાદેશનો તાજમહેલ ઢાકાથી લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત છે. આ તાજમહેલનું નિર્માણ બાંગ્લાદેશી ફિલ્મ મેકર અહસાનુલ્લાહ મોનીએ કર્યું હતું.

5 વર્ષે બન્યો

1.6 હેક્ટેયરમાં ફેલાયેલ આ તાજમહેલનું નિર્માણ કાર્ય વર્ષ 2003માં શરૂ થયુ હતું અને વર્ષ 2008માં આ તાજમહેલ બનીને તૈયાર થયો હતો. તેને બનવામાં 5 વર્ષ લાગ્યા હતા.

બાંગ્લાદેશી તાજમહેલ

આ બાંગ્લદેશી તાજમહેલને લાખો ડોલરનો ખર્ચો થયો હતો. હવે જાણીએ કે આ બાંગ્લાદેશી તાજમહેલને ગરીબોનો તાજમહેલ કેમ કહેવામાં આવે છે.

અહસાનુલ્લાહે બનાવ્યો

બાંગ્લાદેશી ફિલ્મમેકર અહસાનુલ્લાહ મોની ભારતના તાજમહેલથી ખુબ જ પ્રેરિત હતા. તેઓ હંમેશાથી ઈચ્છતા હતા કે તેઓ આ પ્રેમની નિશાનીને પોતાની જિંદગીમાં એકવાર જરૂરથી જુએ.

ભારતનો તાજમહેલ

પરંતુ દરેક બાંગ્લાદેશી માટે ભારત આવીને તાજમહેલને જોવું સરળ નથી. આવામાં અહસાનુલ્લાહે પોતાના જીવનભરની કમાણીથી બાંગ્લાદેશમાં જ તાજમહેલ બનાવડાવ્યો.

બાંગ્લાદેશમાં તાજમહેલ

આજે બાંગ્લાદેશમાં રહેતા ગરીબ પરિવારના લોકો પણ આ તાજમહેલને જોવા માટે આવે છે.