ગુજરાત ભારતનું ઐતિહાસિક રાજ્ય છે. જે પોતાના વણજોવાયેલા પર્યટણ સ્થળો માટે પ્રસિદ્ધ છે.
સોમનાથ મંદિર ભવ્યતા અને આસ્થાનું સંગમ છે. અહીંની શિલ્પકલા અને દરિયાનું દ્રશ્ય મન મોહી લે છે.
વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ જ્યાં રણોત્સવ તમને ગુજરાતી સંસ્કૃતિથી રૂબરૂ કરાવશે.
આ એશિયાઈ સિંહોનું ઘર છે, અહીં તમે જંગલ સફારીનો અનુભવ કરી શકો છો.
મહાત્મા ગાંધીની શાંતિ અને સાદગીની ઝલક તમને અમદાવાદના સાબરમતી આશ્રમમાં જોવા મળશે. અહીંનું ગ્રંથાલય તમને ઈતિહાસના પન્નાઓમાં લઈ જશે.
ભગવાન કૃષ્ણની નગરી. અહીંના મંદિર અને તટીય સૌંદર્ય પર્યટણને આકર્ષિત કરે છે.
લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરામાં આવેલ છે. અહીં તમને રાજાશાહીનો અનુભવ થશે. આ પેલેસમાં તમને વાસ્તુકલાની ભવ્યતા જોવા મળશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, જેની ઉંચાઈ 182 મીટર (597 ફીટ) છે, જે ગુજરાત રાજ્યમાં કેવડિયા નજીક નર્મદા ખીણમાં સ્થિત છે. સરદાર પટેલની પ્રતિમા જોનારના મનમાં એક અવિસ્મરણીય છાપ છોડી જાય છે.
ગુજરાતના પ્રવાસ દરમિયાન ગુજરાતી ભોજનનો આનંદ લેવો એક આહ્લાદક અનુભવ છે. ખમણ, ઢોકળા, પાત્રા અને ગાંઠીયાનો સ્વાદ તમને એક અલગ જ આનંદ આપશે.