સોનાની ખાણ છે આ વૃક્ષ, એક ફળની કિંમત 4 હજારથી લઈ 15 હજાર સુધી

Feb 14, 2025, 04:15 PM

સોનું

સોનું એક મોંઘી ધાતુ છે અને તેનાથી તૈયાર થતા ઘરેણા દરેક વ્યક્તિ પસંદ કરે છે. જો કોઈ પણ વસ્તુ કિંમતી હોય છે તો તેની તુલના સોના સાથે કરવામાં આવે છે.

સોનાથી મોંઘુ વૃક્ષ

કંઈક આવુ જ એક વૃક્ષ નેપાળમાં મળી આવે છે, જેને સોનાની ખાણ કહેવામાં આવે છે. આ વૃક્ષનું ફળ સોનાથી પણ મોંઘુ હોય છે.

બૌદ્ધ પાર્થનાની માળા

ખરેખરમાં અમે વાત કરી રહ્યા છીએ બોધિચિત્ત વૃક્ષની. આ વૃક્ષના બીજનો ઉપયોગ બૌદ્ધ પ્રાર્થનાની માળા બનાવવા માટે કરવામાં આવે છે.

બોધિચિત્ત વૃક્ષનું બીજ

રિપોર્ટ અનુસાર, બોધિચિત્ત વૃક્ષથી પ્રાપ્ત બીજ એક સિઝનમાં 90 લાખ રૂપિયા સુધીમાં વેચાય છે. તમને જણાવી દઈએ કે આ વૃક્ષ નેપાળની સાથે-સાથે એશિયાના તમામ દેશોમાં જોવા મળે છે.

બેસ્ટ ક્વોલિટી

જોકે નેપાળના કાવરેપાલનચોકમાં મળી આવતા બોધિચિત્ત વૃક્ષ બેસ્ટ ક્વોલિટીના માનવામાં આવે છે. તેની કિંમત અન્ય વિસ્તારમાં મળી આવતા વૃક્ષો કરતા ત્રણથી ચાર ગણી વધુ હોય છે.

બોધિ અને ચિત્ત

તમને જણાવી દઈએ કે બોધિચિત્ત વૃક્ષનું નામ સંસ્કૃતના બે શબ્ધો ‘બોધિ’ અને ‘ચિત્ત’થી મળીને બન્યો છે. બોધિ એટલે જ્ઞાન અને ચિત્ત એટલે આત્મા.

ગૌતમ બૌદ્ધ

બૌદ્ધ ધર્મમાં બોધિચિત્ત વૃક્ષનું ખુબ જ મહત્ત્વ છે. આ વૃક્ષને લોકો ગૌતમ બૌદ્ધ સાથે જોડે છે.

વૃક્ષનું સ્થાનિક નામ

બોધિચિત્ત વૃક્ષને નેપાળના સ્થાનિક લોકો ફેરેંગબા કહે છે, તો ત્યાં જ તિબ્બતમાં તેનુવા અને ચીનમાં શૂ ઝૂ ના નામથી ઓળખાય છે.

બીજની સાઈઝ અને કિંમત

તમને જણાવી દઈએ કે બોધિચિત્ત વૃક્ષનું બીજ 13 મિલીમીટરથી 16 મિલીમીટર સુધી હોય છે, જે 50 ડોલરથી લઈ 200 ડોલર સુધીમાં વેચાય છે.