Sep 10, 2025

અમદાવાદમાં પરિવાર સાથે ફરવાલાયક ટોપ-10 જગ્યાઓ

Rakesh Parmar

અમદાવાદ

અમદાવાદ ભારતનું એક પ્રાચીન શહેર છે અને પોતાના ઈતિહાસ, સંસ્કૃતિ અને વાસ્તુકલા માટે પ્રસિદ્ધ છે.

Source: social-media

સાબરમતી આશ્રમ

અહીં મહાત્મા ગાંધીનું નિવાસસ્થાન છે. જે શાંતિ અને ઈતિહાસનું પ્રતીક છે.

Source: social-media

અડાલજની વાવ

અહીં એક પાંચ માળનો સીડીદાર કૂવો આવેલો છે, જે પોતાની અદ્ભુત નક્કાશી માટે પ્રસિદ્ધ છે.

Source: social-media

કાંકરિયા તળાવ

અહીં એક વિશાળ મનોરંજન ક્ષેત્ર છે જયાં પરિવાર અને દોસ્તો સમય વિતાવી શકે છે.

Source: social-media

લો ગાર્ડન રાત્રી બજાર

મહારાજા સોસાયટીના લો ગાર્ડનમાં આવેલું લો ગાર્ડન નાઈટ માર્કેટ, અમદાવાદનું એક લોકપ્રિય નાઈટ માર્કેટ છે. પરંપરાગત વસ્ત્રો, દિવાલ કલા, બંધેજ સાડીઓ, એન્ટિક જ્વેલરી, ક્લાસિક ફૂટવેર અને ઘર સજાવટની વસ્તુઓ આ બજારમાં શ્રેષ્ઠ ખરીદીઓમાંની એક છે.

Source: social-media

ઝુલતા મિનારા

ઝુલતા મિનાર ખરેખર વિશ્વના સૌથી આકર્ષક સ્થાપત્ય અજાયબીઓમાંનું એક છે અને તે હજુ પણ એક વણઉકેલાયેલ કોયડો છે, જે એ છે કે જો એક મિનાર હલાવે છે, તો બીજો થોડીક સેકંડ પછી હલી જાય છે.

Source: social-media

માણેકચોક

માણેકચોક જે દિવસમાં વેપારનું કેન્દ્ર છે, તે રાત્રીના સમયે સ્ટ્રીટ ફૂડનો ગઢ બની જાય છે.

Source: social-media

ભદ્ર કિલ્લો

અમદાવાદ શહેરની વચ્ચોવચ સ્થિત આ કિલ્લાનો ઈતિહાસ અને વાસ્તુકલા જોવા લાયક છે.

Source: social-media

ઓટો વર્લ્ડ વિંટેજ કાર મ્યુઝિયમ

કાર પ્રેમીઓ માટે એક અનોખો સંગ્રહાલય, દુર્લભ કારોનો સંગ્રહ છે. જે શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલ છે.

Source: social-media

અક્ષરધામ મંદિર

ભવ્ય વાસ્તુકલા અને આદ્યાત્મિક શાંતિનું સ્થાન અક્ષરધામ મંદિર અમદાવાદની ખુબ જ નજીક આવેલું છે. તેને જરૂર જોવું જોઈએ.

Source: social-media

Source: social-media