ચોમાસાની ઋતુમાં ફોનને બચાવવા માટે આ વાતોનું ધ્યાન ખાસ રાખવું.
વરસાદથી બચવા માટે લોકેશન ઓન રાખો, જેથી તમને હવામાનના પૂર્વાનુમાન વિશે જાણકારી મળતી રહે.
ફોનમાં પાણી જતુ રહે તો સૌથી પહેલા ફોનને સ્વીચ ઓફ કરી દો. નહીં તો શોર્ટ સર્કિટના કારણે ફોન બગડી શકે છે.
ફોનને કોઈ નરમ સુતરાઉ કપડા અથવા ટિશૂ પેપરથી બહારની બાજુ સારી રીતે સાફ કરો. ધ્યાન રહે કે તેને ઝટકા અથવા બળ આપીને હલાવશો નહીં, નહીં તો પાણી વધુ અંદર જશે.
તેના પછી ફોનને થોડા સમય માટે હવા વાળા સ્થાનમાં રાખી દો, જેથી પાણી સૂકાવવામાં મદદ મળે.
ફોનને કાચા ચોખાના ડબ્બામાં સંપૂર્ણ રીતે દબાવીને રાખી દો. ચોખા નમીને શોષી લે છે. ફોનને ઓછામાં ઓછા 24 થી 48 કલાક સુધી ત્યાં જ રહેવા દો.
ફોનને હેર ડ્રાયર અથવા ગરમ હવાથી સુકો કરવાની કોશીશ ના કરશો, જે ખતરનાક સાબિત થઈ શકે છે. આથી ફોનની અંદરના પાર્ટ્સ ઓગળી અથવા ખરાબ થઈ શકે છે.
આ છતા ફોન ઠીક ના થાય તો સર્વિસ સેન્ટર લઇને જાવ.