ભારતની આ જગ્યાએ ડુંગળી પર છે પ્રતિબંધ, જાણો કેમ

Apr 14, 2025, 05:09 PM

ભારતમાં મોટા ભાગના લોકો શાકાહારી ભોજન પસંદ કરે છે.

શાકાહારી ભોજનમાં ડુંગળીનું હોવું ખુબ જ જરૂરી હોય છે.

સામાન્ય રીતે લોકો શાકભાજીમાં ડુંગળીનો ઉપયોગ કરે છે.

આ સિવાય સલાડમા પણ ડુંગળી ખાવામાં આવે છે.

જોકે ભારતમાં જ એક એવી જગ્યા છે, જ્યાં ડુંગળી નથી મળતી.

અહીં ડુંગળી ખરીદવાથી લઈ વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

અમે જે જગ્યાની વાત કરી રહ્યા છીએ તે જમ્મૂ-કાશ્મીરમાં આવેલ છે.

આ જગ્યા કોઈ અન્ય નહીં પરંતુ કટરા છે. કટરાથી માં વૈષ્ણો દેવીની યાત્રાનો પ્રારંભ થાય છે.

શ્રદ્ધાળુંઓની શુદ્ધતાને ધ્યાનમાં રાખતા અહીં ડુંગળી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.