Jul 14, 2025
જે લોકો McDonald's માં ખાવા જતા હશે, તેમણે ત્યાં એક જોકરની મૂર્તિ જરૂરથી જોઈ હશે.
શું તમે જાણો છો કે આ મૂર્તિ કોની છે? જો તમે તેના વિશે નથી જાણતા તો અમે તમને જણાવીશું.
McDonald's માં લાગેલી આ મૂર્તિ રોનાલ્ડ મેકડોનાલ્ડસની છે, જે એક કાલ્પનિક કેરેક્ટર છે.
McDonald's ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાંના મેસ્કટના રૂપમાં રોનાલ્ડ મેકડોનાલ્ડ્સને રાખવામાં આવ્યા છે.
રોનાલ્ડ મેકડોનાલ્ડ્સ પોતાના દોસ્તો મેયર મેકચીજ, હેમ્બર્ગર, ગ્રિમેસ, બર્ડી ધ અર્લી બર્ડ અને ધ ફ્રાડ કિડ્સની સાથે મેકડોનાલ્ડલેંડની કાલ્પનિક દુનિયામાં રહે છે.
રોનાલ્ડ મેકડોનાલ્ડને 1963માં વિલાર્ડ સ્કોટે બનાવ્યા હતા. સ્કોટે મૂળ રૂપે ટેલિવિઝન જાહેરાતોમાં ભૂમિકાઓ ભજવી હતી.
રોનાલ્ડ મેકડોનાલ્ડ્સ ઓળખાણના મામલે સાંતા ક્લોઝ બાદ બીજા સ્થાન પર છે.
રોનાલ્ડ મેકડોનાલ્ડનું પોતાનું ચેરિટેબલ ટ્રસ્ટ, રોનાલ્ડ મેકડોનાલ્ડ્સ હાઉસ ચેરિટીઝ છે.
જે ગંભીર રૂપથી બીમાર બાળકોના પરિવાર માટે મદદ અને સંસાધન પ્રદાન કરાવે છે.