જ્યારે પણ તમે રસ્તાઓ પર મુસાફરી કરતા હશો, તો તમને ચોક્કસપણે તમને રસ્તાની બાજુમાં ઝાડ જોવા મળશે. આ વૃક્ષોમાં એક સામાન્ય વસ્તુ છે જે તમે ભાગ્યે જ ધ્યાનમાં લીધી હશે. એટલા માટે ઘણા વૃક્ષોને સફેદ રંગવામાં આવે છે.
ભારતમાં ઘણા વૃક્ષોને લાલ અને સફેદ રંગમાં રંગવામાં આવે છે. શું તમે જાણો છો કે ઝાડના થડને સફેદ રંગનું કારણ શું છે? આ માત્ર એક સજાવટ નથી હોતી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે.
ઝાડના નીચેના ભાગને સફેદ રંગથી રંગવા પાછળનું ચલણ ખુબ જ જૂનુ છે. તેનો મુખ્ય ઉદ્દેશ હર્યાભર્યા વૃક્ષોને મજબૂતી આપવાનો છે.
તમે જોયુ હશે કે જેમ-જેમ વૃક્ષો જૂના થતા જાય છે તેમ-તેમ તેમાં તિરાડો પડવા લાગે છે અને તેની છાલ નીકળવા લાગે છે. જેના કારણે વૃક્ષ નબળું થતું જાય છે.
વૃક્ષો પર કલર કરી દેવાથી તિરાડો ભરાય જાય છે અને છાલ પણ નથી નિકળતી. આવું કરવાથી ઝાડની ઉંમર વધી જાય છે.
વૃક્ષને કીટાણું અને ઉંધઈથી બચાવવા માટે પણ તેના નીચેના ભાગમાં સફેદ રંગ લગાવવામાં આવે છે. કારણ કે સફેદ રંગમાં ઉંધઈ નથી લાગતી અને આ રંગથી કીટાણું પણ આકર્ષિત થતા નથી.
સૂર્યની તેજ કિરણોથી વૃક્ષની છાલને સુરક્ષા આપવામાં પણ સફેદ રંગ ખુબ જ અસરદાર છે. કારણ કે સફેદ રંગ સૂર્યની રોશનીને પરાવર્તિત કરે છે.
તમને જણાવી દઈએ કે, ઝાડને રંગવા માટે વિશેષ પ્રકારના ચુનાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચુનામાં કેટલાક એવા તત્વો હોય છે, જે ઝાડ માટે નુક્સાનકારક નથી હોતા.
રાત્રિના સમયે વિઝિબિલિટી વધારવા માટે પણ વૃક્ષોને સફેદ રંગથી રંગવામાં આવે છે. સફેદ રંગ રાતમાં સરળતાથી દેખાય છે, જેથી ડ્રાઈવરોને પણ વૃક્ષોની સ્થિતિની જાણકારી મળે છે.
રોડ અકસ્માતને ધ્યાનમાં રાખતા વૃક્ષોને સફેદ રંગથી રંગવામાં આવે છે. કારણ કે આ રંગ રાતમાં દુર્ઘટનાઓને રોકવામાં મદદ કરે છે.