Feb 21, 2025
આપણી આસપાસ ઘણી એવી જગ્યાઓ આવેલી છે, જે પોતાનામાં ઘણી રહસ્યમય છે. કંઈક આ પ્રકારનું જ એક મંદિર છે જે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત છે.
ખરેખરમાં અમે કાંગડાના જે મંદિરની વાત કરી રહ્યા છીએ ત્યાં તમે દર્શન માટે માત્ર 4 મહિના સુધી જ જઈ શકો છો. કારણ કે આ મંદિર 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે.
કાંગડામાં મહારાણા પ્રતાપ ઝીલમાં એક ટાપુ પર સ્થિત બાથૂ કી લડી આખું વર્ષ 8 મહિના સુધી પાણીમાં ડૂબેલું રહે છે.
બાથૂ કી લડી આંઠ નાના-નાના મંદિરોની શ્રૃંખલા છે. આ મંદિરનો સંબંધ લોકો મહાભારત સાથે હોવાનું જણાવે છે.
તમને જણાવી દઈએ કે બાથૂ કી લડી મંદિર જુલાઈથી ફેબ્રુઆરી સુધી પાણીની અંદર રહે છે. ઝીલનું પાણી ઓછું થતા આ મંદિર માર્ચથી જૂન સુધી આખું દેખાય છે.
બાથૂ કી લડીના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ છે ત્યાં દ્વાર પર ભગવાન ગણેશ અને કાળકા માતાજીની પ્રતિમા છે. આ મંદિરમાં દર્શન કરવા માટે લોકો માછીમારોની નાવડીમાં જાય છે.
પાણીમાં દર વર્ષે 8 મહિના સુધી જળસમાધિ લીધા બાદ પણ આ મંદિરના માળખા પર કોઈ પણ પ્રકારનો કોઈ પ્રભાવ જોવા મળ્યો નથી.
ખરેખરમાં બાથૂ કી લડી મંદિર બા થૂ નામના શક્તિશાળી પથ્થરથી બનેલું છે. પાણીમાં ડૂબ્યા રહેવાના કારણે આ પથ્થર ખરાબ થતા નથી.
બાથૂ કી લડી મંદિરની આસપાસનું દ્રશ્ય ખુબ જ સુંદર છે. આ મંદિરની ચારેય તરફ એક દ્વીપ જેવી સંરચના છે, જેને રેંસર કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, બાથૂ કી લડી મંદિરની પાસે વન વિભાગનું એક ગેસ્ટ હાઉસ પણ છે. આ મંદિરને જોવા જવા માટે કાંગડાથી જવાલી અથવા ધમેતા ગામ ટેક્સીથી જવું પડે છે.