અક્ષય તૃતીયા પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો આ 5 વસ્તુઓ ઘરે લાવો

Apr 29, 2025, 05:00 PM

અક્ષય તૃતીયા

ધન અને સૌભાગ્યનો પર્વ અક્ષય તૃતીયાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. આ પર્વ વૈશાખ મહિનાના શુક્લ પક્ષ તૃતિયા તિથિના દિવસે ઉજવાય છે.

મા લક્ષ્નીની પુજા

અક્ષય તૃતીયાના અવસર પર કેટલીક વસ્તુઓને ખરીદીને ઘરે લાવવી અને તેની પુજા કરવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આવો તેના વિશે જાણીએ.

શ્રી યંત્ર અથવા કુબેર યંત્ર

અક્ષય તૃતીયા પર તમે પોતાના ઘરમાં શ્રીયંત્ર અથવા કુબેર યંત્ર ખરીદીને લાવી શકો છો. આ યંત્રને ગંગાજળથી શુદ્ધ કરી લો અને પછી તેના પર અક્ષત અને રોલી લગાવો તેના પછી તેને તિજોરીમાં રાખી દો.

આર્થિક સ્થિતિ મજબૂત થશે

માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે શ્રી યંત્ર અથવા કૂબેર યંત્રને ઘરે લાવીને અને તેની પુજા કરી તિજોરીમાં રાખવાથી આર્થિક સ્થિતિ સારી થાય છે.

એકાક્ષી નાળિયેર

એકાક્ષી નાળિયેરની પૂજા કરવાથી મા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અક્ષય તૃતીયાના દિવસે એકાક્ષી નાળિયેર ખરીદીને લાવો અને તેની પુજા કરો.

આવી રીતે રાખો નાળિયેર

એકાક્ષી નાળિયેરને તમે પુજા સ્થાને જ સ્થાપિત તરો અને તેની દરરોજ પુજા કરો અથવા પછી તમે તેને ઓપન લોકરમાં રાખી શકો છો. માન્યતા છે કે આવું કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

કોડીયો

ધાર્મિક માન્યતા છે કે દેવી લક્ષ્મીની સાથે નિયમિત કોડીયોને કેસર અને હળદરથી પુજા અર્ચના કરવાથી આર્થિક અડચણો દૂર થાય છે. અક્ષય તૃતીયાના દિવસે કોડીયોને જરૂરથી ખરીદીને લાવો.

સ્ફટિકનો કાચબો

અક્ષય તૃતીયાના દિવસે સ્ફટિકથી બનેલો કાચબો પોતાના ઘરે લાવો. તેની વિધિ-વિધાન સાથે પુજા કરી સ્થાપિત કરવાથી પ્રગતિ થાય છે.

દક્ષિણવર્તી શંખ

અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીના હાથમાં સ્થિત દક્ષિણાવર્તી શંખ ઘર લઈને આવો અને તેને પુજા સ્થાન પર રાખીને દરરોજ પુજા કરો. દક્ષિણાવર્તી શંખને ધનદાયક માનવામાં આવે છે.

જરૂરી જાણકારી

આ જાણકારી માત્ર માન્યતાઓ, ધર્મગ્રંથો અને વિભિન્ન માધ્યમો પર આધારિત છે. કોઈ પણ જાણકારીને માનતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂરથી લેવી.