Jan 19, 2025
પ્રયાગરાજમાં ચાલી રહેલ દુનિયાના સૌથી મોટા ધાર્મિક આયોજન મહાકુંભમાં ભારત અને વિદેશથી તીર્થયાત્રી અને સાધુ સ્નાન કરવા આવી રહ્યા છે.
આ દરમિયાન ઘણા સાધુ પોતાના પહેરવેશને લઈ ચર્ચામાં છે.
આ દરમિયાન વધુ એક બાબા ખુબ ચર્ચામાં છે, જેમને મસ્કુલર બાબાના નામથી ઓળખવામાં આવે છે.
પોતાની શારીરિક બનાવટના કારણે ચર્ચામાં આવેલા મસ્કુલર બાબાનું નામ આત્મા પ્રેમ ગિરિ મહારાજ છે.
આત્મા પ્રેમ ગિરિ મહારાજ જ્યારે મહાકુંભ મેળામાં સ્નાન કરવા પહોંચ્યા તો તેમનો લુક ચર્ચામાં આવ્યો હતો.
ભગવા વસ્ત્રો પહેરીને અને ગળામાં દુદ્રાક્ષની માળા પહેરીને 7 ફુટ લાંબા મસ્કુલર બાબા રશિયાના રહેવાસી છે.
આત્મા પ્રેમ ગીરી મહારાજ પાયલટ બાબાના પૂર્વ શિષ્ય અને જૂના અખાડાના સદસ્ય છે.
ત્રીસ વર્ષ પહેલા તેઓ એક પ્રોફેસર હતા. હિન્દુ ધર્મથી આકર્ષિત થઈને તેમણે આધ્યાત્મને જ પોતાનું જીવન બનાવી લીધું.