Feb 11, 2025

હિંગળાજ માતાનું એ મંદિર, જ્યાં પાકિસ્તાની લોકો પણ રાખે છે માનતા

Rakesh Parmar

હિંગળાજ માતાનું મંદિર

પાકિસ્તાનમાં ઘણા ઐતિહાસિક મંદિરો આવેલા છે. જેમાં પાકિસ્તાનમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર સૌથી પ્રસિદ્ધ મંદિર છે.

Source: social-media

આખી દુનિયામાં પ્રસિદ્ધ

આ મંદિર પોતાના ધાર્મિક મહત્ત્વ, ઐતૈહાસિક પૃષ્ઠભૂમિ અને પ્રાકૃતિક સુંદરતાના કારણે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.

Source: social-media

હિંદુઓ માટે તીર્થ સ્થળ

હિંગળાજ માતાનું મંદિર હિંદુઓ માટે મહત્ત્વનું તીર્થ સ્થળ છે. આ મંદિર બલુચિસ્તાન પ્રાંતના હિંગોળ નેશનલ પાર્કમાં આવેલું છે.

Source: social-media

મંદિરમાં દેવી સતીનું માથુ

હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, આ તે સ્થાન છે જ્યાં દેવી સતીનું માથુ પડ્યુ હતું.

Source: social-media

આ સ્થળ હજારો વર્ષોથી હિંદુ ધર્મના અનુયાયીઓનું તીર્થસ્થાન રહ્યું છે અને દર વર્ષે અહીં લાખો શ્રદ્ધાળું દર્શન માટે આવે છે.

Source: social-media

મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુંઓને મુશ્કેલ રસ્તાઓ અને રણ વિસ્તારમાંથી પસાર થવુ પડે છે.

Source: social-media

તહેવારો દરમિયાન વિશેષ પૂજા

અહીં નવરાત્રિ અને અન્ય મહત્ત્વપૂર્ણ હિંદુ તહેવારો દરમિયાન વિશેષ પૂજા અને અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે.

Source: social-media

હિંગળાજ માતા મંદિર ન માત્ર ધાર્મિક સ્થળ છે પરંતુ આ પાકિસ્તાનમાં હિંદુ સંસ્કૃતિ અને પરંપરાઓનું પણ પ્રતિક છે.

Source: social-media

હિંગળાજ માતા મંદિરે ન માત્ર હિંદુ પરંતુ પાકિસ્તાની લોકો પણ શ્રદ્ધા રાખે છે અને માતાના મંદિરે દર્શને આવે છે.

Source: social-media

Source: freepik