May 13, 2025
રસ્તામાં ક્યારેક-ક્યારેક મહાયાત્રા કે અંતિમયાત્રા અથવા અર્થી તમામ લોકોને જોવા મળી જાય છે.
ઘણા લોકો અર્થી કે અંતિમયાત્રેને જોઈ ડરી જાય છે અને તેને સારો સંકેત માનતા નથી.
જોકે શુકન શાસ્ત્રનું માનીએ તો આ ખુબ જ શુભ સંકેત છે. મૃત્યુ એ જીવનનું શાશ્વત સત્ય છે.
આવામાં અંતિમયાત્રાનું દેખાવું કોઈ પણ રીતે ખરાબ માની શકાય નહીં.
એવું માનવામાં આવે છે કે અંતિમયાત્રા દરમિયાન એક નાનું કામ કરવાથી તમારૂં ભાગ્ય જાગી શકે છે.
આ એક કામ કરવાથી જીવનના ઘણા દુ:ખ પણ દૂર થઈ શકે છે. આવો તેના વિશે જાણીએ.
જો તમને ક્યારેય રસ્તામાં અંતિમયાત્રા દેખાય છે તો મૃત વ્યક્તિની આત્માની શાંતિ માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ.
તમે થોડા સમય માટે મૃત વ્યક્તિની આત્મા માટે પ્રાર્થના કરો છો તો માનવામાં આવે છે કે અર્થી પર જતો મૃતક તમારા દુ:ખોને પણ સાથે લઈ જાય છે.
આવું કરવાથી તમરૂં ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે અને જીવનમાં સુખદ બદલાવ આવે છે.