હિન્દુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગૌ સેવા ને સૌથી મહાન અને પૂણ્યનું કામ માનવામાં આવે છે.
ગાયને દરરોજ રોટલી ખવરાવવાથી ઘરમાં વૃદ્ધી થાય છે અને ધન-ધાન્યમાં વધારો થાય છે.
ઘણા લોકો ગાયને વાસી રોટલી અથવા ખાવાનું આપે છે તો શું આવું કરવું યોગ્ય છે. આવો જાણીએ.
હિન્દુ ધર્મમાં ગાયને પૂજનિય માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોય છે.
તો આવામાં ગાયને ક્યારેય વાસી રોટલી ન ખવરાવવી જોઈએ. આવું કરવાથી દેવી-દેવતા તમારાથી નારાજ થઈ શકે છે.
વાસી રોટલી સિવાય ગાયને ભૂલથી પણ એંઠુ ખાવાનું ન ખવરાવવું જોઈએ. નહીં તો તમને પૂણ્યના ફળની પ્રાપ્તિ થશે નહીં.
ગાયને હંમેશા પહેલી રોટલી ખવરાવવી જોઈએ. આવું કરવાથી ઘરમા સુખ-સમૃદ્ધી અને પ્રસન્નતા બની રહેશે.
ગાયને રોટલી ખાંડ અથવા ગોળ સાથે ખવરાવવી ફળદાયક હોય છે.