Dec 12, 2024
વાસ્તુ શાસ્ત્રમાં ઘણી એવી વાતો જણાવાઈ છે જેનો સંબંધ આપણા જીવન સાથે જોડાયેલ છે. જેમાં સૂર્યાસ્ત બાદ ગણી વસ્તુઓ કરવાની મનાઈ છે.
સૂર્યાસ્ત બાદ અહીં જણાવવામાં આવેલા કામ કરવાથી જિંદગીમાં નકારાત્મક પ્રભાવ પડે છે. આવો તેના વિશે જાણીએ:
માન્યતાઓ અનુસાર સૂર્યાસ્ત બાદ નખ ન કાપવા જોઈએ. આવું કરવાથી નકારાત્મક ઊર્જા આકર્ષિત થઈ શકે છે.
સૂર્યાસ્ત બાદ વધુ ભોજન કરવાથી બચવું જોઈએ. આવું કરવાથી પાચન તંત્ર પર ખરાબ અસર પડી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત બાદ પૈસા ઉધાર આપવા અને લેવાથી બચવું જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત બાદ સાવરણીથી કચરો બહાર ના કાઢવો જોઈએ. આથી ધન અને સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે.
આ સાથે જ એવી પણ માન્યતા છે કે સૂર્યાસ્ત બાદ સીટી ન વગાડવી જોઈએ. આવું કરવાથી નકારાત્મક શક્તિઓ આકર્ષિત થાય છે.