Dec 19, 2024
વાસ્તુશાસ્ત્રમાં રસોડા સાથે સંકળાયેલા ઘણા ઉપાય બતાવાયા છે. જેને કરવાથી આપણા જીવનમાં સકારાત્મક્તા અને સમૃદ્ધિ આવે છે.
આ ઉપાયોમાંથી જ એક ઉપાય વિશે અમે તમને જાણકારી આપીશું.
આ ઉપાય પાણી સાથે જોડાયેલ છે. દરેક રસોડામાં પાણી રાખવાનું સ્થાન તો હોય જ છે, પરંતુ વાસ્તુ અનુસાર તેની દિશા યોગ્ય હોવી જોઈએ.
વાસ્તુ અનુસાર તમારે ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન ખુણા)માં પાણી રાખવાની જગ્યા બનાવવી જોઈએ.
જો અહીં પાણી રાખવાની જગ્યા ન હોય તો આ સ્થાન પર પાણીથી ભરેલું એક વાસણ જરૂરથી રાખવું જોઈએ.
જો તમે ઈશાન કોણમાં હંમેશા પાણીનું ભરેલું પાત્ર રાખો છો તો આખી ઘરની ઘણી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
વાસ્તુનું માનીએ તો આ નાનકડો ઉપાય તમારા ઘરમાં બરકત લાવવાનું કામ કરે છે.
વાસ્તુ અનુસાર ઘરના રસોડામાં ઉત્તર-પૂર્વ દિશા (ઈશાન કોણ)માં પાણીનું ભરેલું વાસણ જરૂરથી હોવું જોઈએ.
ઈશાન કોણમાં તમે પાણીનું સ્થાન, RO લગાવીને પણ જીવનમાં ધનની વૃદ્ધિ મેળવી શકો છો.