Feb 04, 2025
હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખુબ જ પવિત્ર અને પૂજનિય માનવામાં આવે છે. સાથે જ તુલસી ઘરમાં રાખવાથી નેગેટિવ એનર્જી સમાપ્ત થઈ જાય છે.
સાથે જ જો તુલસી સારી રીતે વિકસિત થાય તો માનવામાં આવે છે કે તમારા પર ભગવાન વિષ્ણુની કૃપા બની રહી છે.
પરંતુ ઘણી વખત તુલસીને પાણી આપવા છતા તે સુકાઈ જાય છે, જેને નજરઅંદાજ ન કરવું જોઈએ. આવામાં આવો જાણીએ તે કઈ વાતનો સંકેત આપે છે...
જો તમે ઘરે તુલસીના છોડને વારંવાર પાણી આપો છો તો પણ તુલસીના છોડ સુકાઈ જાય છે. આ ઉપરાંત જો રોજ તુલસીની પૂજા કર્યા પછી પણ, તુલસીનો છોડ સુકાઈ જતો હોય તો વાસ્તુ શાસ્ત્રમાં તેના અલગ અર્થ આપવામાં આવ્યા છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર આવું વારંવાર થઈ રહ્યું છે તો તમારા ઘર પર કોઈ ખરાબ નજર લાગેલી છે અથવા કોઈએ મેલી વિદ્યા કરી છે.
સાથે જ જો ઘરમાં કોઈ સભ્યની કુંડળીમાં બુધ ગ્રહનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે તો પણ તુલસી સુકાઈ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પિતૃ દોષ હોવાના કારણે પણ તુલસીનો છોડ સુકાઈ જાય છે, આથી ઘરની સુખ-શાંતિ જતી રહે છે.
જો અચાનકથી તુલસીના પાંદડા વધારે પ્રમાણમાં ખરવા લાગે તો પણ પિતૃ દોષની આશંકા બની શકે છે.