1000 Rupee Notes : 1000 રૂપિયાની નોટ ફરી આવશે? નવા રિપોર્ટમાં થયો ખુલાસો

1000 Rupee Currency Notes : તાજેતરમાં 2000 રૂપિયાની ચલણી નોટ રદ થયા બાદ આરબીઆઈ 1000 રૂપિયાની નોટ ફરી રજૂ કરશે તેવી અટકળો વહેતી થઇ હતી

1000 Rupee Currency Notes : તાજેતરમાં 2000 રૂપિયાની ચલણી નોટ રદ થયા બાદ આરબીઆઈ 1000 રૂપિયાની નોટ ફરી રજૂ કરશે તેવી અટકળો વહેતી થઇ હતી

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
1000 Rupee Note | 1000 Rupee Currency Notes | Indian Currency Notes | RBI 1000 Rupee Currency | 100 rupee notes demonetisation | demonetisation

નવેમ્બર 2016માં પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરતી વખતે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની ઘોષણા કરી હતી. (Express Photo)

1000 Rupee Currency Notes : છેલ્લા કેટલાક દિવસોથી 1000 રૂપિયાની નોટને લઇ અલગ-અલગ પ્રકારની અટકળો આવી રહી છે. પરંતુ હવે એક રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે 1000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં પાછી આવવાની નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ આજે (20 ઓક્ટોબર 2023) સૂત્રોને ટાંકીને માહિતી આપી હતી કે આરબીઆઈ આવી કોઈ યોજના વિશે વિચારી રહી નથી. સરળ શબ્દોમાં કહીયે તો, 1000 રૂપિયાની નોટને ફરીથી રજૂ કરવાની કોઈ યોજના નથી.

Advertisment

ન્યૂઝ એજન્સી એએનઆઈ એ તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, "RBI રૂ. 1,000ની નોટ ફરીથી દાખલ કરવા અંગે વિચારી રહી નથી,"

નવેમ્બર 2016માં નોટબંધીની જાહેરાત, 500 અને 1000ની નોટ પાછી ખેંચી (Demonetisation In India)

તમને જણાવી દઇયેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2016માં નોટબંધીની ઘોષણા કરતી હતી, જેમા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો પરત ખેંચવાની જાહેરાત કરી હતી. 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ રદ કર્યા બાદ રિઝર્વ બેંક 2000 રૂપિયાની નવી ચલણી નોટ રજૂ કરી હતી. તેમજ 500 રૂપિયાની પણ નવી નોટ જારી કરવામાં આવી હતી.

Advertisment

રિઝર્વ બેંક 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી (RBI 2000 Notes Denomination Banknotes)

જો કે ચાલુ વર્ષ 2023માં રિઝર્વ બેંકે ફરી 2000 રૂપિયાના મૂલ્યની ચલણ નોટો અર્થતંત્રમાંથી પરત ખેંચવાની ઘોષણા કરી હતી. 2000 રૂપિયાની ચલણી નોટની માન્યતા રદ કરવાના ઘોષણા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે 1000 રૂપિયાની નોટને ફરી રજૂ કરવામાં આવી શકે છે.

1000 Rupee Note | 1000 Rupee Currency Notes | Indian Currency Notes | RBI 1000 Rupee Currency | 100 rupee notes demonetisation | demonetisation
નવેમ્બર 2016માં પીએમ નરેન્દ્ર મોદીએ નોટબંધીની ઘોષણા કરતી વખતે 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની ઘોષણા કરી હતી. (Express Photo)

આ પણ વાંચો | આ બેંકમાં ખોલાવો બચત ખાતું, મેળવો 1.5 કરોડનો વીમો, મફત ક્રેડિટ કાર્ડ અને લોકર જેવી ઘણી સુવિધાઓ

તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષની શરૂઆતમાં પણ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પુષ્ટિ કરી હતી કે 1000 રૂપિયાની નોટને ફરીથી રજૂ કરવાની કોઈ યોજના નથી. RBI ગવર્નરે કહ્યું હતું કે, 'આ બધી અટકળો છે. હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી.

આરબીઆઇ બેંક બિઝનેસ