/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/05/credit-card-10.jpg)
રિઝર્વ બેંકે ગત સપ્તાહે 2000 રૂપિયાની નોટ રદ કરવાની ઘોષણા કરી હતી. (ફોટો- એક્સપ્રેસ)
2000 રૂપિયાની નોટ રદ કરવાથી બેંકોમાં થાપણો વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક દ્વારા 19 મે, 20023ના રોજ સિસ્ટમમાંથી 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની ઘોષણા કરી છે. જેને પગલે લોકો મોટા પ્રમાણમાં બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટો જમા કરવી રહ્યા છે, જેને કારણે બેન્કિંગ સિસ્ટમમાં જમા થાપણોનો આંકડો 1.4 લાખ કરોડ રૂપિયાથી વધીને 2 લાખ કરોડ રૂપિયા થવાની સંભાવના છે, એવું અર્થશાસ્ત્રીઓ કહે છે. જો કે થાપણોમાં આ વૃદ્ધિ ક્ષણિક હોઈ શકે છે.
નોંધનિય છે કે, પાછલા સપ્તાહે રિઝર્વ બેંકે 2,000ના મૂલ્યની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કહ્યું હતું કે હાલની નોટો લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
ઉપરાંત મધ્યસ્થ બેંકે લોકોને 2,000ની ચલણી નોટો 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં જમા અથવા એક્સચેન્જ કરવાનો સમય આપ્યો છે, જેની શરૂઆત 23 મે, 2023થી શરૂ થઇ ગઇ છે.
31 માર્ચ, 2023ના રોજ ચલણમાં રહેલી 2,000ની નોટોની કુલ મૂલ્ય 3.62 લાખ કરોડ રૂપિયા હતુ, જે કુલ ચલણી નોટોના માત્ર 10.8 ટકા છે. કોટક મહિન્દ્રા બેંકે એક અહેવાલમાં જણાવ્યું કે, “એવી શક્યતા છે કે થાપણોમાં 1.5 થી 2 લાખ કરોડ રૂપિયા સુધીનો ચોખ્ખો વધારો થઇ શકે છે. થાપણદારોના વર્તનના આધારે ડ્યુરેબલ લિક્વિડિટીમાં આશરે 1 લાખ કરોડ રૂપિયાનો વધારો થઈ શકે છે. આનાથી બેંકોમાં ક્રેડિટ-ડિપોઝીટ રેશિયો સરળ થઇ શકે.” RBIના તાજેતરના આંકડા મુજબ 5 મે, 2023ના રોજ કુલ બેંકોમાં કુલ 184.35 લાખ કરોડ રૂપિયા થાપણો હતી.
અર્થશાસ્ત્રી માધવી અરોરાએ એક રિપોર્ટમાં જણાવ્યું કે, "જ્યારે મોટાભાગની 2,000 ની નોટો શરૂઆતમાં બેંકોમાં જમા થવાની સંભાવના છે અને તે થાપણોમાં વધારો કરશે અને આમ સિસ્ટમમાં લિક્વડિટી 1.4 થી 1.6 લાખ કરોડ જેટલી વધી શકે છે."
અલબત્ત તેમણે એવું પણ જણાવ્યું હતું કે, મોટાભાગે 2,000ની નોટો ઓછા મૂલ્યની નોટોમાં એક્સચેન્જ થશે અને તેથી લિક્વિડિટી એકંદરે સમાન રહેશે.
2000ની નોટોમાં જમા થનારી કેટલીક નવી થાપણો હંગામી હોઈ શકે છે અને સુરક્ષિત ચલણની માંગના ભાગ રૂપે તરત જ રોકડ સ્વરૂપ ઉપાડી લેવામાં આવી શકે છે અને આમ લિક્વિડિટી તટસ્થ રહેશે.
તેમણે ઉમેર્યું કે, 2000ની નોટોથી નાણાંકીય વ્યવહાર કરવું હવે મુશ્કેલ બન્યુ હોવાથી આવકવેરા વિભાગની નજરથી બચવા માટે લોકો રદ થયેલી નોટો બેંકમાં જમા કરાવવાના બદલે તેનાથી મોંઘા કંઝ્યુમર ડ્યુરેબલ્સ કે સોનાની ખરીદી અથવા રિયલ એસ્ટેટમાં રોકાણ માટે ખર્ચવામાં આવશે.
Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us