2000 Rupee Currency Ban : બેંકોમાં આજથી બદલી શકાશે 2000ની નોટ, જાણો શું રહેશે પ્રક્રિયા અને કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન

2000 Rupee Note Exchange : આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન કોઈ પણ નાગરિક કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટો જમા અને બદલાવી શકશે.

Written by Ankit Patel
Updated : May 23, 2023 10:46 IST
2000 Rupee Currency Ban :  બેંકોમાં આજથી બદલી શકાશે 2000ની નોટ, જાણો શું રહેશે પ્રક્રિયા અને કઇ બાબતોનું રાખવું પડશે ધ્યાન

₹ 2000 currency ban : દેશમાં આજે 2000 રૂપિયાની નોટો જમા કરાવવા અને બદલવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. આ પ્રક્રિયા 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સમય દરમિયાન કોઈ પણ નાગરિક કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટો જમા અને બદલાવી શકશે. આ દરમિયાન તેને આઇટી પ્રૂફ આપવાની જરૂરત નથી.

ભારતીય રિઝર્વ બેન્કે ગત શુક્રવાર 2000 રૂપિયાની નોટોને ચલાણથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈના આ નિર્ણય બાદ કેન્દ્રની મોદી સરકારની કડક આલોચના કરવામાં આવી હતી. જ્યારે બીજેપીએ પણ વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો હતો. આ વચ્ચે આરબીઆઈએ અપીલ કરી હતી કે લોકોને પરેશાન થવાની જરૂર નથી. બેંકોમાં જવાની ઉતાવળ ન કરો કારણ કે 2000 રૂપિયાની નોટો કાયદાકિય રીતે ચાલું છે.

1 – આરબીઆઇએ 2000 રૂપિયાની નોટને પરત લેવાની શુક્રવારે જાહેરાત કરી હતી. આ નોટ 23 મે એટલે કે આજથી 30 સપ્ટેમ્બર સુધી જમા અથવા બદલી શકાશે. એકવારમાં બે હજારની માત્ર 10 નોટો જ બદલી શકાશે. આ નિર્ણય ક્લિન નોટ પોલિસી અંતર્ગત લેવામાં આવ્યો છે.

2- આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે કહ્યું હતું કે પેનિક થવાની જરૂર નથી. 2000 રૂપિયાની નોટ કાયદેસરની મુદ્રા રહેશે. લોકો પાસે પોતાની પાસે રહેલી 2000 રૂપિયાની નોટોને બેંકોમાં જમા કરાવવા માટે અથવા બદલવા માટે પર્યાપ્ત સમય છે.

3 – શક્તિકાંત દાસે કહ્યું કે નોટો બદલવા માટે ઓછા મૂલ્યની નોટો પર્યાપ્ત સંખ્યામાં છે. એસબીઆઈએ પોતાની દરેક બ્રાંચોને નિર્દેશ આપ્યો છે કે 2000 રૂપિયાની નોટો બદલવા માટે ગ્રાહકોને કોઈપણ ફોર્મ અથવા આઇડીની જરૂરત નથી.

4 – 2000 રૂપિયાની નોટો બદલવા માટે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવો નહીં પડે. આવી નોટોને પોતાના ખાતામાં જમા કરાવવા માટે રિઝર્વ બેન્કે કોઈ સીમા નક્કી કરી નથી.

5 – RBIએ કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટોનો ડેટા રાખવા માટે બેંકે ડિપોઝિટ અને એક્સચેન્જ પર એક ફોર્મ ભરવાની જરૂરત રહેશે. આ ફોર્મમાં બેંકનું નામ તારીખ, નોટ એક્સચેન્જની રકમ અને કુલ રાશિ રહેશે.

6 – ગર્મીને જોતા આરબીઆઈએ બેંકોને સલાહ આપી હતી કે નોટ જમા અથવા બદલવા આવેલા લોકો માટે શેડની વ્યવસ્થા કરે. સાથે જ લાઇનમાં ઉભેલા લોકોને પીવાનું પાણી પણ ઉપલબ્ધ કરાવે.

7- આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી લેવા માટે અર્થવ્યવસ્થા પર સીમિત પ્રભાવ જોવા મળશે. કારણ કે નોટો ચલણમાં હાજર કુલ મુદ્રાના માત્ર 10.8 ટકા જ છે. 1000 રૂપિયાની નોટ ફરીથી ઇશ્યૂ કરવાની સંભાવના અંગે પૂછતા આ પ્રશ્નને ટાળવામાં આવ્યો હતો.

8 – 2000 રૂપિયાની નોટો પરત લેવા માટે વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે આવું કરતા પહેલા તેના પ્રભાવ અને પરિણામનું સંપૂર્ણ અધ્યયન કરવું જરૂરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું કે કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય સાત વર્ષ પછી બદલી રહી છે. આવું થૂંકીને ચાટવા જેવું છે.

9 – વિપક્ષનો આરોપો પર પલટવાર કરતા હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કહ્યું હતું કે લોકોએ ગેરકાયદે રીતે 2000 રૂપિયાની નોટો જમા કરી દીધી છે. એ લોકો 2000 રૂપિયાની નોટને પરત લેવાના નિર્ણય પર રડી રહ્યા છે.

10 – આઇડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટો બદલવા અંગે એવોકેટ અશ્વની ઉપાધ્યાએ દિલ્હી હાઇકોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરી છે. જેના પર દિલ્હી હાઇ કોર્ટ આજે સુનાવણી કરશે. અશ્વની ઉપાધ્યાયે કહ્યું કે નોટો બદલવા માટે આઇડી ફ્રૂફ હોવનું જરૂરી છે. અરજીમાં ઉપાધ્યાયે કહ્યું કે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધારે રકમવાળા 2000 રૂપિયાની નોટો ભ્રષ્ટાચારીઓ, માફિયા અથવા દેશ વિરોધી શક્તિઓના પાસે હોવાની આશંકા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ